________________
અનુકૂળતાનો ત્યાગ એમ નહીં પણ અનુકૂળતાની અપેક્ષાનો ત્યાગ... પ્રતિકૂળતાનો સ્વીકાર એટલું જ નહીં પણ પ્રતિકૂળતાનો સમતાપૂર્વક સામેચાલીને સ્વીકાર... બસ આ છે ઇચ્છાનિરોધ...
આમ, જિનદેશિત તપ એટલે આત્મભૂમિ પર વહેતા સંજ્ઞાના પ્રવાહને અટકાવતી દિવાલ.
• જિનદેશિત તપ એટલે કષાયોની આગને ઠારતો હિમાલય. • જિનદેશિત તપ એટલે પાપપ્રવૃત્તિ સાથે પાપવૃત્તિને પણ તિલાંજલિ.
જિનદેશીત તપ એટલે ક્ષમા-વીતરાગતા આદિ આત્મસ્વભાવ તરફ પ્રયાણ..
આમ, અજ્ઞાનકષ્ટ સહન કરવાથી તપસ્વી નથી બનાતું, પણ મારે મારા કર્મોને ખપાવવા છે, અજ્ઞાન-આસક્તિને લીધે પૂર્વના ભવોમાં પાપો કર્યા છે, અન્યને ત્રાસ આપ્યો છે. તો હવે પજવનિકાય સાથે મૈત્રી જમાવવા, હૈયામાં સર્વજીવો પ્રત્યેના વાત્સલ્યભાવને જીવંત રાખવા-આસક્તિનો નાશ કરવા, શરીરને કષ્ટ આપવું છે, શરીરનો પૂરેપૂરો કસ કાઢીને સાધના કરવી છે. આ ભાવના છે સાચી તપભાવના.
શાસ્ત્રમાં સહન કરનાર વ્યક્તિના ૩ ભેદ પાડ્યા છે. ૧) સંક્લેશથી સહન કરે ૨) સ્વભાવથી સહન કરે. ૩) સમજણથી સહન કરે..
૧) સંક્લેશથી સહન કરે - શાસ્ત્રના પાને ટંકાયેલી કમઠની કથા.... પૂર્વના ૧૦ ભવોથી પ્રભુપ્રાર્થના જીવ સાથે ચાલી આવતી એકપક્ષીય દ્વેષની પરંપરા... તેનાથી પુણ્યનો-જ્ઞાનનો-ગુણોનો ક્રમશઃ નાશ થતો ગયો છે અને અંતિમ ભવમાં કમઠ નામે વ્યક્તિ તરીકે ઉત્પન્ન થયો છે, તીવ્ર પાયોદયે જન્મતાજ મા-બાપ મૃત્યુ પામ્યા-એકલો અટુલો રખડી-રખડી ભીખ માંગી મોટો થાય છે, કોઇ ઉત્તમ વસ્ત્ર-અલંકારો પહેરેલા શ્રીમંતોને જોતા વિચારે છે કે મેં પૂર્વભવમાં તપ નથી ર્યો માટે ગરીબ છું. આમ દુઃખગર્ભિતવૈરાગ્યથી વાસિત થઇ સંન્યાસ ગ્રહણ કરી અજ્ઞાનકષ્ટ સહન કરવાપૂર્વક ઘોર તપ સાધના કરે છે, પંચાગ્નિ તપ કરે છે, ચારે બાજુ આગ પેટાવી વચ્ચે બેસી ઘોર ઉષ્ણપરિષહ સહન કરે છે... પણ મૂળમાં માત્રને માત્ર સુખ પ્રાપ્ત કર