________________
પણ જોવાયો નથી એમાં કઇ વિસ્મયની વાત છે ?
(એક તો તું દોષોના દુશ્મન ગુણોને આશ્રય આપી બેઠો છે, એમાં પણ એ બધા એટલા બધા ભરાઇ બેઠા છે, કે દોષોને ઘુસવાની એકાદ જગ્યા પણ બાકી રાખી નથી, પછી દોષો આશ્રયમાટે તમારી સામું જુએ પણ શા માટે ? ને એને ક્યાં ઓછા સ્થાનો મળ્યા છે. ભલભલાના હૃદયમાં એ સ્થાન પામ્યા છે. હરિ,હર, બ્રહ્મા પણ આશ્રયસ્થાનો છે, એવા અભિમાનથી ભરાયેલા દોષો તો વિચારે છે-એક તારી પાસે સ્થાન નહીં મળે, તો મારું શું લુંટાઇ જવાનું છે ?)
આમ, તપ એટલે અંતરમાં ઉઠતી વૃત્તિઓ પર આત્માએ ગોઠવેલો સખ્ત ચોકીપહેરો...જીવને હેરાન કરનારી વૃત્તિઓ તો ઘણી છે, પણ મુખ્યતયા તેને ૧૨ ભેદમાં સમાવી શકાય, આમ, ૧૨ પ્રકારની મલિનવૃત્તિઓ અને ૧૨ પ્રકારનો સખ્ત ચોકીપહેરો..
૧) અનશન - ખાવાની ઇચ્છાનો નિરોધ. ૨) ઉણોદરી - વધુ ખાવાની ઇચ્છાનો નિરોધ. ૩) વૃત્તિસંક્ષેપ - વધુ દ્રવ્યો ખાવાની ઇચ્છાનો નિરોધ. ૪) રસત્યાગ - સ્વાદિષ્ટ તથા વિગઇવાળું ખાવાની ઇચ્છાનો નિરોધ. ૫) કાયક્લેશ - સુખશીલતાની ઇચ્છાનો નિરોધ. ૬) સંલીનતા - હરવા-ફરવાની ઇચ્છાનો નિરોધ. ૭) પ્રાયશ્ચિત - દોષને છૂપાવવાની ઇચ્છાનો નિરોધ. ૮) વિનય - અક્કડ થઇને રહેવાની ઇચ્છાનો નિરોધ. ૯) વૈયાવચ્ચ - સ્વાર્થીપણાની ઇચ્છાનો નિરોધ. ૧૦) સ્વાધ્યાય - નિંદા-કુથલીની ઇચ્છાનો નિરોધ. ૧૧) કાયોત્સર્ગ - મન-વચન-કાયાની ચપળતાની ઇચ્છાનો નિરોધ. ૧૨) શુભધ્યાન - મનની સ્વચ્છંદ વિચરણની ઇચ્છાનો નિરોધ.
આ અંગે વિશેષ માહિતી “જૈન તપના ભેદ” માં આપેલી છે, મુખ્ય વાત એ છે કે ચાહે જિનાજ્ઞાનિરપેક્ષ અન્ય ધર્મનો તપ હોય કે જિનધર્મમાં બતાવેલ બાહ્યતપ હોય, તે મુક્તિ અપાવી શકતો નથી, પણ જિનાજ્ઞાસાપેક્ષ અને અત્યંતર તપને સાપેક્ષ રાખી કરાતો બાહ્યતપ જ મુક્તિ અપાવી શકે છે.