SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો ત્યાં આવે પછી મારી નાખે છે. મુખ્ય માણસે રસ્તો કાઢ્યો, બધાના કાનમાં મીણ નાંખી દીધું અને પોતાને સંગીત સાંભળવાની ઇચ્છા તીવ્ર હતી પણ મોતનો ભય પણ હતો, માટે જાત પર કાબુ રાખવા પોતાની જાતને દોરડાથી બંધાવી દીધી. ટેકરી પાસેથી પસાર થયા, મુખ્ય માણસે સંગીત સાંભળ્યું-ત્યાં જવાની તીવ્ર ઇચ્છા થઇ, દોરડા છોડવા બૂમાબૂમ કરી પણ પહેલેથીજ control કરાયેલો માટે બચી ગયા- હેમખેમ નગરમાં પહોંચી ગયા.. આમ; સહજ ગણાતા પણ મોહના રીએક્શનથી બહુ મોટી હોનારત સર્જાઇ શકે છે, માટે તેના પર કાબુ) આવશ્યક છે. દુમનનો નાશ, પછીનું પગલું છે, પણ દુશમન પર control કરવો પ્રથમ કર્તવ્ય છે, ગમે તેવા ઉદંડ. વિદ્યાર્થી પર teacherનો, તોફાની બાળક પર માનો, નામચીન ચોર પર પોલીસનો control હોય તો Student, Children, Robber વગેરે ભયને લીધે પણ તોફાન કે ચોરી નથી કરતા તેમ વિકરાળ ગણાતા દોષો ઉપર પણ control કરી દોષોને પ્રથમ શાંત કરવા, પછી સાફ કરવા... આજ ભગીરથ કાર્ય કરે છે જિનોક્ત તપ, કારણકે તેનું-સ્વરૂપ જ ઇચ્છાનિરોધ = control સ્વરૂપી છે. દોષોનો નાશ ભલે ન થાય પણ દોષો તમને નુકસાન તો ન જ કરી શકે તેવી નપુંસક અવસ્થામાં રૂપાંતરિત કરવા તેનું જ નામ - control=નિરોધ. તોફાની વિદ્યાર્થી પર શિક્ષકની સતત નજર હોય તો તોફાન-બંધ કરવા જ પડે અને તોફાન કરવું જ હોય તો student ને-અન્ય class માં જવું પડે. આતંકવાદીઓ પર પોલીસની સતત વોચ હોય તો જનહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવી જ પડે અથવા આતંકવાદ મચાવવા અન્ય દેશમાં જવું પડે. તેમ દુર્ગણો પર તપનું સતત વોચ હોવાથી જીવને તે હેરાન કરી શકતા નથી અને છેવટે જીવને છોડી અન્યત્ર ચાલ્યા જાય છે... को विस्मयोऽत्र ? यदि नाम गुणैरशेषैस्त्वं संश्रितो निरवकाशतया मुनीश ! તોપાત્તવિવિઘાશ્રય-ભાત-ટ્વઃ, स्वप्नान्तरेऽपि न कदाचिदपीक्षितोऽसि || સઘળાય ગુણો દ્વારા જરા પણ જગ્યા ન બચે એ રીતે આશ્રય કરાયેલો તે વિવિધ આશ્રયો પામી ગર્વિષ્ઠ થયેલા દોષો વડે સ્વપ્નાંતરમાં સપનામાં
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy