________________
= આસક્તિ તમારા મનમાં ઉઠેલી આસક્તિ પર control કરવો આ જ તપ. અન્યધર્મીઓ માત્ર કાયક્લેશને તપ માને છે પણ આસક્તિ ઉભી રહે પછી ગમે તેટલું કાયાને કષ્ટ આપો, કર્મ તૂટતા નથી, દુશ્મન ભાગતા નથી, કારણકે રાજા જીવતો છે-સક્રિય છે. સર્વજ્ઞકથિત શાસનની આ જ બલિહારી છે. તે માત્ર કાયક્લેશને તપ તરીકે નહીં માને પણ આસક્તિના નિયંત્રણપૂર્વકના કાયક્લેશને જ તપ તરીકે માનશે... આમ, તપ = નિરોધ = અટકાવવું = control સ્વરૂપ છે, અનાદિકાળથી આત્મભૂમિમાં ઘૂસી ગયેલી સુખશીલતાનીમમત્વભાવની વૃત્તિઓ ઉપર control કરવાનું કાર્ય તપ કરે છે.
પ્રશ્ન : વૃત્તિ પર controlની આટલી બધી મહત્તા ?.
ઉત્તર : વૃદ્ધવયમાં ખાવાના દ્રવ્યની સુગંધ આવી અને મોંમાં પાણી આવવું; યુવાનવયમાં કોઇ પ્રેમ કરે તો સામે રાગ થવો, વગેરે તો સહજ રીએક્શન છે, છતાં પણ તેની પર control કરવો જ પડે છે ને ? નાના બાળકને રમવાની જ વૃત્તિ હોય છે, છતાં પણ તે જ ઉમરમાં Grasping (યાદશક્તિ અને નવું શીખવાની શક્તિ) વધારે હોય છે, માટે મા-બાપ પરાણે પણ બાળકને ભણાવશે.. જુવાનવયમાં જો જે-તે વ્યક્તિ પર રાગ કરી બેસે તો પરિવારનો વિનાશ થાય છે, મોટી ઉમરમાં જે-તે ખવાઇ જાય તો શરીરની હાલત કફોડી થાય છે. બસ આ જ તો વાત છે, લગભગ સહજ ઉઠતી વૃત્તિઓ પર control ન કરો તો જીવન રફેદફે થયા વિના રહેતું નથી. બાળવય વિદ્યાગ્રહણ કરવા માટે છે પણ તે વયમાં સહજવૃત્તિ રમતની જ હોય છે, જુવાન વય પરાક્રમનો વિકાસ કરવા માટે છે, પણ આંતરિક વૃત્તિઓ વાસના પોષણની જ હોય છે, વૃદ્ધવય સમાધિ અને અલિપ્તતા મેળવવા માટે છે, પણ સહજવૃત્તિ તો મમત્ત્વ અને આસક્તિ પોષક જ દેખાય છે, તેમ મનુષ્યભવ પણ કર્મનાશ કરવા માટે મળ્યો છે, આત્માના મલિન અધ્યવસાયોનો નાશ કરી મુક્તિસુખને-મેળવવા માટે જ છે તો તે વખતે અંદરમાં ઉઠતી વિરોધી વૃત્તિઓ પર control કરવો તે અતિ જરૂરી છે. શાસ્ત્રના પાને આવતી પ્રસિદ્ધ ઘટના, સમુદ્રમાર્ગથી વહાણ પસાર થઇ રહ્યું છે, પોતાના વતને પહોંચવાની ઉતાવળ હોવાથી short cut માંથી જવું છે, પણ એક તકલીફ છે કે વચ્ચે એક ટેકરી આવે છે. ત્યાં એક દેવી રહે છે. સરસ સંગીતથી લોકોને આકર્ષિત કરે છે, અને