________________
અરે ! હોસ્પીટલમાં મરણપથારીએ પડેલાને ય પ્રગટી જશે, પણ આપણી વાસ્તવિક દુનિયામાં આવું ક્યારેય બનતું દેખાતું નથી, માટેજ માત્ર ભૂખ્યા રહેવું-શ૨ી૨ને ત્રાસ આપવો એટલે તપ એટલે કર્મનિર્જરા આવી તપ અંગેની આપણી સમજણ ફેરવિચારણા માંગે છે.. સુભાષિતમાં કહ્યું છે.
“અમૃત પીધું પણ અમર ન થયા, પીવાની રીત ન જાણી, કાંતો અમૃત પીધું નહીં, ક્યાં પીધું તે પાણી...''
તેમ દેવોને પણ વંદનીય, લબ્ધિ અને સિદ્ધિઓનો ભંડાર, પારસમણિતુલ્ય તપધર્મ આરાધ્યો અને દુઃખ દૂર ન થાય ? સુખ ન મળે ? આ કેવી રીતે શક્ય બને ? પણ ખરેખર તેવું જ હોય તો સમજવું પડે કે તપ કરવાની પદ્ધતિ ખોટી છે અથવા તપના સ્થાને ફોગટ કષ્ટક્રિયા જ કરી છે, તપ કરવાની પદ્ધતિ-શરત વગેરે પછીના chapter માં જોઇશું પણ હાલ તો વાસ્તવિક તપ કોને કહેવાય તેની સમજણ મેળવી લઇએ...
અનાદિકાળથી સંસારમાં ભટકતો જીવ મન-વચન-કાયાથી નવા-નવા કર્મબંધ કરે છે, અને તેની પાછળનું ચાલક બળ છે અજ્ઞાન-આસક્તિ અને અહંકાર... એમાં પણ મુખ્યતયા આસક્તિથી કર્મ બાંધે છે-અજ્ઞાન ને અહંકાર તેને પુષ્ટ ક૨વાનું કાર્ય કરે છે મોહની ચાલમાં ફસાઇ જીવ સાંસારિક પદાર્થોમાં સુખ-દુઃખ માની રાગ-દ્વેષ કરે છે અને તેનાથી સંસારનું સર્જન... દુઃખોની પરંપરાનું સર્જન... દોષોના સંસ્કારોનું ઉપાર્જન... અજ્ઞાનમાંથી આસક્તિ ઉત્પન્ન થાય છે અને અહંકાર તેને support આપી પુષ્ટ કરે છે... આમ અજ્ઞાન Generator, આસક્તિ main offender અને અહંકાર supporter આ ત્રણ ચેક-post ૫૨થી કર્મસત્તા-મોહસત્તા હુમલો કરે છે અથવા મન-વચન-કાયા આ ત્રણ ચેક-post પરથી કર્મસત્તા-મોહસત્તા હુમલા કરે છે, તો આત્માનું રક્ષણ કરવા યુદ્ધ પણ આ ત્રણ મો૨ચે લડવું જ પડે ને ? આગળ વધીને કહીએ તો મૈન (મુખ્ય) ચેક પોસ્ટ પર રહેલા મુખ્ય દુશ્મનને હરાવી દો, તો દુશ્મનને વશ થવું જ પડે, આપણો દેશ છોડી ભાગવું જ પડે... તેમ કર્મબંધનો મુખ્ય રસ્તો મુખ્ય દુશ્મન અથવા મેન ચેકપોસ્ટ આસક્તિ ૫૨ ઘા મારો તો દુશ્મનનો પરાજય નિશ્ચિત થાય-થાય અને થાય જ. માટેજ આ જ સંદર્ભમાં જિનશાસન કહે છે “ઇચ્છાનિરોધે સંવરી’’ આમ તપ-ઇચ્છાનિરોધ સ્વરૂપ છે. ઇચ્છા
2.
૭