________________
જ
માણસોની વચ્ચે રહેલો ધનવાન તેના પહેરવેશ, તેની મેનર્સ અને તેના એટીટ્યુડથી અલગ તરી જ આવે છે, તેમ સાચો તપસ્વી પણ અન્ય સામાન્ય જીવ કરતા અલગ તરી આવવો જોઇએ... વ્યક્તિની Personality જ તેની ઓળખ આપી દે છે, વાસ્તવમાં સાચા તપસ્વીના મુખ ઉપર તો તેજ હોય છે, તેની પ્રતિભા કંઇક વિશિષ્ટ જ હોય છે, આંખમાં ચમક અને વૈરાગ્ય હોય છે, અને ગમે તેવા ઉત્તમ ભોજ્ય પદાર્થોને જોઇને પણ તે સંતોષીવૃત્તિમાં સ્થિર રહી શકે છે... વર્તમાનમાં તો અન્ય ધર્મમાં રહેલા તપસ્વી કે જિનશાસનમાં જન્મી માત્ર બાહ્ય તપને જ, માત્ર ક્રિયા કે આચાર માર્ગને જ સેવનારાના જીવનમાં તો તપની વૃદ્ધિથી ક્રોધની વૃદ્ધિ દેખાય છે, નહીં કે ઉપશાંતપણાની, પોતે કરેલા ત્યાગનો આનંદ નહીં પણ બીજા દ્વારા પોતાની થતી ઉપેક્ષાની ફરિયાદ દેખાય છે... ખરેખર આવો મલિન અથવા અધૂરો-અપૂર્ણ તપ આત્માને સંસારથી કેમ તા૨શે ? અને જે તપ સંસારથી બચાવે નહીં, કર્મોને બાળે નહીં, તે તપ તો માત્ર કષ્ટક્રિયા જ થઇને ?
આ ઉપરાંત ભૂખ્યા રહેવાથી કર્મ ખપે અને મોક્ષ મળે છે, એવું માની ઘણા જીવો ભૂખ્યા રહે છે. કષ્ટો સહન કરે છે, અરે ! ઘણાને તો ગરીબાઇને લીધે ખાવાનું મળતું જ નથી માટે ભૂખ્યા રહે છે, તો ઘણાને શારીરિક પ્રતિકૂળતાને લીધે ખાવાનું પચતું નથી માટે ભૂખ્યા રહે છે, તો ઘણાતો ડાયટીંગને લીધે ભૂખ્યા રહે છે, તો શું ભૂખ્યા રહેવામાત્રથી આ બધાના કર્મ ખપી જશે ? શું આ બધા તપસ્વી કહેવાશે ? લોકવાયકા તો એવી છે કે સાપ માત્ર હવા પર જીવે છે, મતલબ ભૂખ્યો રહે છે, તો શું તે પણ તપસ્વી કહેવાશે ? વળી પાપના ઉદયમાં અને પુણ્યની ક્ષીણતામાં કષ્ટો તો ઢગલાબંધ સહન કરવાના થાય છે, પરમાધામી દ્વારા અપાતા મારણાંતિક કષ્ટો નારકી દ્વારા ક્યાં ઓછા સહેવાય છે ? ગાય-ભેંસ-કુતરા-બિલાડા-ઘેટા-બકરા વગેરે ઉપરના કષ્ટો દેખીને તો ક્યારેક આપણું હૈયું પણ ધ્રૂજી જાય છે તો શું કષ્ટમાત્ર સહન ક૨વાથી આ તમામને સહનશીલ / તપસ્વી માનવામાં આવશે ? માત્ર આ કષ્ટક્રિયા અને ભૂખ્યા રહેવાના દુ:ખને જ તપ તરીકે સ્વીકારશું તો-તો કેટલો બધો અનર્થ સર્જાઇ જશે ? મુક્તિ કેટલી સુલભ બની જશે, તપના પ્રભાવે પ્રગટતી લબ્ધિઓ-સિદ્ધિઓ તો તિર્યંચોને અને નારકીઓને પણ મળી જશે...
૬૨.