SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ( જૈન તપની મૌલિકતા દવા જેમ જેમ પેટમાં જાય તેમ તેમ ઘણા દિવસથી ઘર કરી ચૂકેલ જીવાણુઓ દૂર થાય અને શરીર પુષ્ટ બને. પણ શરત એક જ directed by physician (ડોક્ટરની સલાહ મુજબ હોવું જોઇએ.) તેમ તારૂપી ઔષધ આત્મા સાથે આત્મસાત થાય તો રાગ-દ્વેષ-મોહ દૂર થાય અને આત્મા ગુણોથી પુષ્ટ બને તેજસ્વી બને, પણ condition એકજ, જિનાજ્ઞાના પાલનપૂર્વકનો હોવો જોઇએ. અન્ય ધર્મમાં દેખાડેલા બાળતપ-અજ્ઞાનતપ દ્વારા આવી કર્મનિર્જરા શક્ય નથી, માટે જિનાજ્ઞા મુજબના તપને અથવા જેન તપની વિશિષ્ટતાનેમૌલિકતાને સમજ્યા વગર તપનું જ્ઞાન અધૂરુ-અપૂર્ણ રહે છે. પ્રશ્ન - ભૂખ્યા રહેવું-શરીરને કષ્ટ આપવું એટલે તપ, આવું તો ચાહે હિન્દુ હોય કે જેને હોય, ચાહે શૈવ હોય કે વૈષ્ણવ હોય બધા જ માને છે, વળી તપ કર્મનાશક છે-પુણ્યબંધક છે, તપનો મહિમા વિશિષ્ટ છે વગેરે તમામ વાતો તો લોકમાનસમાં પણ પ્રખ્યાત છે, આમ તપ ઉપાદેય છે, તે બરાબર, પણ જેનધર્મમાં નિર્દિષ્ટ કરાયેલો જ તપ ઉપાદેય છે, આવું શા માટે ? શું જૈનધર્મ તપને કોઇ અલગ સંદર્ભમાં માને છે ?... ઉત્તર – ૪ મિત્રો ભેગા થયા, નવા નવા ધંધામાં જોડાયેલા, તેથી બડાઈ હાંકવાની શરૂ કરી. પ્રથમ ૩ જણ ક્રમશઃ બોલ્યા કે મારી પાસે ૧૦૦૦ Rs., ૧૦,૦૦૦ Rs, 1 Lakh Rs. છે માટે અમે ધનવાન છીએ, ૪ થાને નોકરી મળી ન હતી પણ પોતાની આબરુ પણ ધનવાન તરીકેની બતાવવા બોલ્યો અરે ! ધને ચર્ચા પ્તિ તિ ધનવાન, મારી પાસે પણ ૧૦ Rs. છે, માટે હું પણ ધનવાન થયો ને ? માત્ર ખાવું નહીં-કાયાને ત્રાસ આપી દેવો અને જો તપ કહેવાય અને આવું કરનારને તપસ્વી માનશો તો ૧૦ Rs.વાળાને પણ ધનવાન માનવાની જેમ ભિખારીને કે ખાવાનું ફેંકી દેતા ગાંડાને પણ તપસ્વી માનવો પડશે ! લોકો ધનની પ્રચુરતા દેખાય તેને જ ધનવાન માને છે, તેમ પુષ્કળ તપ કરનાર, તપમાં જ રચ્યાપચ્યા રહેનારને લોકો તપસ્વી માને છે. સામાન્ય
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy