________________
સંસારની, વિષય-કષાયના તોફાનોન-(સ્વાધ્યાય-ધ્યાનાદિ તપ દ્વારા) જાણકારી આપી સંસારનો ભય પેદા કરાવી Attraction તોડાવે, આલોચનાદિ દ્વારા સંસારની ભયાનકતામાંથી કે ભોગવાતા અનંત દુઃખોમાંથી મુક્તિ અપાવી safe બનાવી દે અને છેવટે અનશન-કાયક્લેશ-કાયોત્સર્ગ-વિનયાદિ દ્વારા speed પકડાવી સંસારમાંથી મુક્તિ ભણી ઉડ્ડયન કરાવી દે.. મોટા મોટા વૃક્ષોને પણ પોતાના ધસમસતા પ્રવાહમાં તાણી જઇ દૂર દૂર પહોંચાડવામાં સમર્થ પૂરના ગમે તેવા તોફાનમાં પણ બ્રીજ પર રહેલો સામાન્ય ગજાનો માણસ પણ-એક કિનારેથી બીજે કિનારે સહીસલામત પહોંચી જાય છે, તેમ સંસારસમુદ્રના ઘોડાપૂરથી બચાવી સંસારમાંથી મોક્ષ નગરમાં પહોંચાડવાનું કામ તપ નામનો બ્રીજ કરે છે.
આ ઉપરાંત તપને બુલેટપ્રુફ આર્મર ગાડી જેવો પણ ગણી શકાય.
E) બુલેટપ્રુફ આર્મર car - શાસ્ત્રમાં તપને સંવર અને નિર્જરા સ્વરૂપી બતાવ્યો છે,
સંવર = દુશ્મનને દૂર રાખવા.. નિર્જરા = દુશ્મનનો નાશ કરવો.
આતંકવાદ વિરોધીદળને અપાયેલી બુલેટપ્રુફ આર્મર ગાડી બહારના આતંકવાદી હુમલાથી બચાવવાનું કામ કરે અને અંદર બેઠા-બેઠા ગોળી છોડી બહારના આતંકવાદીને સાફ કરવાનું કામ કરે છે. તેમ તપ રાગ-દ્વેષ-મોહ રૂપી આતંકવાદી દ્વારા કરતા હુમલાને પોતાના અભેદ્ય કવચ દ્વારા નિષ્ફળ કરે છે અને પોતાની વિશિષ્ટ તાકાતથી રાગાદિનો ખાતમો બોલાવે છે...