________________
C) ઉત્કૃષ્ટ મંગલરૂપ ધજા જેવો - થો મંગલમુકિ અહિંસા संजो तवो ।
દશવૈકાલિકમાં પૂ. શય્યભવસૂરિ મ.સા. જણાવેછે કે તપ જેમ અમોઘ શસ્ત્ર છે, તેમ તપ સર્વોત્કૃષ્ટ અમોઘ મંગલ પણ છે, પ્રારંભમાં તપનું મંગલ કરી કરાતું કોઇ પણ કાર્ય પ્રાયઃ નિષ્ફળ જતું નથી... દહીં, ગોળ વગેરે દ્વારા કરાયેલું મંગલ Fail (નિષ્ફળ) જાય, પણ તપ દ્વારા કરાયેલુ મંગલ ક્યારેય Fail (નિષ્ફળ) જતું નથી. શાસ્ત્રમાં મંગલની અલગ અલગ વ્યાખ્યા આપી છે, (૧) માન્ ગાતતિ મવાત્ તિ મંત્રં- જે મને સંસારમાંથી ગાળી નાખે તે મંગલ, બાહ્ય-અત્યંતર તપ દ્વારા જીવ સંસારમાંથી ગળી જાય છે, મુક્ત થઇ જાય છે, માટે તપ શ્રેષ્ઠ મંગલ છે, (ર) મયતે સાધ્યતે-યતો અનેન તિર્ રૂતિ મંŕ-=જેના વડે આત્માનું / પોતાનું હિત મેળવાય છે, સિદ્ધ કરાય છે તે મંગલ, વિનય-વૈયાવચ્ચાદિ-અનેક તપ દ્વારા જીવને હિત / benifit... થાય છે, માટે તપ પરમ મંગલ છે. (રૂ) માં ધર્મ તાતિ કૃતિ મંત્રં, આમ જે ધર્મોપાવાનહેતુ: બને તે મંગલ, તપ તો ધર્મ સ્વરૂપી પણ છે, અને આગળ આગળના ધર્મને પ્રાપ્ત કરાવવાનું સાધન પણ છે, માટે તપને ઉત્કૃષ્ટ મંગલ તરીકે બતાવ્યો છે. આમ, તપથી શરૂ થતી પ્રવૃત્તિ-કર્મસત્તા સામેના યુદ્ધમાં નિશ્ચિત વિજય સૂચવતી ધજા છે. જેમ વિજયધ્વજ દુશ્મનના પરાજયનું અને સ્વના ગૌરવનું-સ્વની સ્વતંત્રતાનું સૂચક છે, તેમ તપ એ કર્મસત્તાની હાર અને આત્મસત્તાની સ્વતંત્રતા, આત્મસત્તાના વિજયનું સૂચક છે. માટે તેને શ્રેષ્ઠ મંગલ કહ્યો છે.
D) બ્રીજ જેવો – ‘‘તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાયરમાં સેતુ...’ શાસ્ત્રમાં તપને બ્રીજની ઉપમા આપી છે, બ્રીજના મુખ્યતયા ૩ કાર્ય છે, ૧) બ્રીજ ઉ૫૨ ૨હેલી વ્યક્તિને નીચેથી વહેતા પૂરની ભયંકરતા દેખાડી પાણીનો (પૂરનો) ભય પેદા કરાવી તેનું Attraction (આકર્ષણ) તોડવું. ૨) વિનાશક પૂરની ભયાનકતા માત્ર દેખાડે પણ અનુભવવા ન દે, મતલબ, વિનાશક પૂર પુલ પરની વ્યક્તિનો વાળ પણ વાંકો ન કરી શકે તેવી Safety (સલામતી) અપાવે અને છેવટે, ૩) જ્યાં પૂરનો અંશ પણ નથી તેવા સામાકિનારે લઇ જવા માટે speed (ઝડપ) કરાવવાનું... આમ, તપના પણ ત્રણ કાર્ય છે,
૩
2.