________________
દેખાય છે, પણ તપ દ્વારા થતો દોષોનો નાશ એવો વિશિષ્ટ પ્રકારે થાય છે, જેથી ન તો આત્માની ચમક ઘટે છે, ન તો દોષો દ્વારા કરાયેલો ગુણોનો ભેદ ઉપસે છે. ઉલટુ આત્માનું અત્યંત નિર્મલ, સહજસ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય જિનોતિતપ કરે છે, માટે જ આવા તપધર્મને સમજવો અને આચરવો અતિજરૂરી બને છે.
તપનું સ્વરૂપ શાસ્ત્રમાં તપને અલગ-અલગ ઉપમાઓ આપી છે, શાસ્ત્રમાં તપને (A) અગ્નિની (B) વજની (C) ઉત્કૃષ્ટ મંગલની (ધજાની) (D) સેતુ (બ્રીજ) વગેરેની ઉપમાઓ આપી છે, અથવા ઉપરોક્ત ઉપમાઓથી તપના સ્વરૂપને પ્રગટ કરવામાં આવ્યું છે.
A) અગ્નિ જેવો – ખાં તાપના તા:
અગ્નિના બે મુખ્ય કામ, બાળવું અને તેજસ્વી બનાવવું. તેમ તપના પણ બે કાર્ય છે - કર્મને બાળવા અને આત્માને તેજસ્વી બનાવવો. જેવી રીતે ખાણના સોનાને અગ્નિમાં નાંખી તપાવતા ધૂળ દૂર થઇ શુદ્ધ સોનું પ્રગટ થાય છે, તેમ તપની આગમાં કર્મ શેકાઇ દૂર થાય છે અને સોના જેવો નિર્મળ આત્મા પ્રગટ થાય છે..
| B) વજ જેવો -નિવરિતવર્નમૂઘર વિમેને તિતીવ્રવેafમવ તપ: અગ્નિનું કામ જેમ ભસ્મસાત્ કરવાનું છે, તેમ વજનું કામ સામા તત્ત્વને ભેદવાનું છે, સામા તત્ત્વના ચૂરેચૂરા કરવાનું છે, વજ ૧) લક્ષ્યસ્થાનમાં બાધક પરિબળોને ભેદે છે. ૨) બાધક પરિબળોથી ઢંકાયેલા લક્ષ્યસ્થાનને પ્રગટ કરે છે, તેમ તપ પણ શિવલક્ષ્મીરૂપી લક્ષ્યસ્થાન સુધી પહોંચવામાં વિનભૂત ઘાતી-અઘાતી કર્મરૂપી પર્વતોને ભેદી, કર્મોના ભુક્કા બોલાવી તેને જમીનદોસ્ત કરવાનું ભગીરથ કાર્ય કરી મોક્ષસુંદરીનો સમાગમ આત્માને કરાવી દે છે. નાની પણ સુરંગ મોટા-મોટા પર્વતોનો નાશ કરી શકે છે, નાની પણ મિસાઇલ મોરા-મોટા દેશોનો નાશ કરી શકે છે, તેમ નાનો પણ તપ infiniteગણાતા કર્મોનો કાચી સેકંડમાં નાશ કરી શકે છે...
માટે જ શાંત-સુધારસગ્રંથમાં તપને વજસમાન અમોઘ શસ્ત્ર માન્યું