________________
શ્રી ધર્મનાથસ્વામિને નમઃ
શાસનપતિશ્રી મહાવીરસ્વામિને નમઃ
નમો નમઃ શ્રી ગુરુ પ્રેમ-ભુવનભાનુસૂરીશેભ્યઃ ऐं नमः
જૈન તપોનિયાન
यः तपोविधिराम्नातो जिनैर्गीतार्थसाधुभिः । तं तथा कुर्वतां सन्तु मनोवांछितसिद्धयः ||
પૂ. આ. વર્ધમાનસૂરિ મ. સા. (આચાર દિનકર) અનંતકલ્યાણકર જિનશાસને વિશ્વને (a) અનેકાંતવાદસ્યાદ્વાદ (b) પાપથી અટકાવનાર વિરતિધર્મની સર્વોત્કૃષ્ટ ભેટ આપી છે. આ બે ભેટ સર્વોત્કૃષ્ટ છે, કારણ ઉપરોક્ત બે પરિબળો આપણા વ્યવહાર અને વિચારોને નવી ઉત્તમ દિશા આપી નવા કર્મબંધથી અટકાવવાનું અને જુના કર્મોથી મુક્તિ અપાવવાનું અતિદુષ્કર, અતિઆવશ્યક, અતિઉત્તમ કાર્ય કરે છે, જિનશાસનનો મુખ્ય ઉદ્દેશ જ નવા કર્મબંધથી અટકવું અને જુના કર્મોનો નાશ કરવો તે છે, કાદવથી ખરડાઇને મેલું બનેલું પણ કપડું જો Loundry માં જઇ શુદ્ધ બની શકે, તો બાલીશતા, અજ્ઞાનતા કે અજાણતા થયેલા કર્મબંધથી મેલો થયેલો આત્મા શું ઉજળો ન બની શકે ? ફાટેલું કપડું દરજીને ત્યાં જઇ અખંડ બની શકે, તો ભવભ્રમણથી ભેદાયેલો આત્મા શું પૂર્ણ ન બની શકે ? શું બાંધેલા કર્મોના ફળ અવશ્ય ભોગવવા જ પડે કે ભોગવ્યા વિના સાધના દ્વારા તેનો નાશ થઇ શકે ? આ જ બધા પ્રશ્નોના ઉત્તર “આચાર દિનકર'' નામના ગ્રંથના માધ્યમે પૂ. વર્ધમાનસૂરિ મ. સા. ઉપરોક્ત શ્લોકમાં આપે છે, વીતરાગસર્વજ્ઞ જિનેશ્વર ભગવંતો તથા તેમના માર્ગે ચાલતા ગીતાર્થ ગુરુભગવંતો દ્વારા બતાવાયેલી વિધિપૂર્વક કરાતું તપધર્મનું સેવન પાપમાંથી મુક્તિ, પુણ્યની પુષ્ટિ તથા ગુણોની સમૃદ્ધિ ક૨ી તમને-મનવાંછિત ફળની સિદ્ધિ આપનાર છે, Loundry માંથી પરત આવતા કપડાની ચમક હજી ઘટે છે, દરજીને ત્યાંથી સીવાઇને આવતા કાપડામાં હજી સીવણકામ દ્વારા પૂર્વનો કપડાનો ભેદ સ્પષ્ટ
2.
૧