________________
રહે છે તો બીજી બાજુ સત્તામાં રહેલા કર્મોને ય એ તપાવતો રહે છે. પ્રશ્ન એ થાય કે તપનું સ્વરૂપ શું ? તપ શરીરને બંધાયેલો છે કે મનને ? બાહ્ય તપ જ કરતા રહીએ તો ય કર્મનિર્જરા થાય કે આભ્યન્તર તપ પણ કરવો જ પડે ? બાહ્યતપ કરીએ જ નહીં અને આભ્યન્તર તપ જ કરતા રહીએ તો ય કર્મનિર્જરા થાય ? “તપ” અંગે મનમાં ઉઠતા આવા જાત જાતના પ્રશ્નોનું સરળ છતાં સચોટ, માર્મિક છતાં તાત્ત્વિક સમાધાનો આપતું સુંદર નજરાણું એટલે જ સેતુઃ સંસારથી મુક્તિનો...' નામનું આ પુસ્તક.
મુનિરાજ શ્રી કૃપાબોધિવિજયજી છે આ નજરાણાં સમ પુસ્તકના લેખક. શાસ્ત્રીય પંક્તિઓ, શાસ્ત્રીય ઉદાહરણો, માર્મિક ટુચકાઓના સહારે આ પુસ્તકને એમણે જે હદે અસરકારક બનાવ્યું છે એ બદલ એમને સાચે જ અંતરના ખૂબ ખૂબ અભિનંદન છે. અત્યારના વર્તમાન યુગમાં કોઇ પણ એક ચીજ ખરીદવા લોકોને જેમ અલગ અલગ જગાએ ન જવું પડે એ માટે માર્કેટ’ ખુલી ચૂકી છે તેમ “તપ”ના સ્વરૂપ અંગે, ઉદેશ્ય અંગે કે પરિણામ અંગે સમાધાનો મેળવવા જિજ્ઞાસુને અલગ અલગ શાસ્ત્રો જોવા ન પડે એ માટે મુનિ શ્રી કૃપાબોધિવિજયજીએ સેતુઃ સંસારથી મુક્તિનો...” પુસ્તક સર્જીને એને માર્કેટ’નું ગૌરવ આપ્યું છે. જે બદલ એમને લાખ લાખ ધન્યવાદ છે.
ઇચ્છું છું કે જિજ્ઞાસુઓ આ માર્કેટમાં પ્રવેશ કરીને સ્વજીવનને તપ ધર્મથી સુશોભિત કરતા જ રહે.
દ..રત્નસુંદરસૂરિ