________________
સર્જન માર્કેટ”નું
બહારગામ બે વરસ રહીને આવેલા ત્રણ યુવકો પોત પોતાના ઘર પાસે આવી તો ગયા...સહુએ પોત પોતાના ઘરનો દરવાજો ખોલી પણ દીધો પણ એક યુવક ઘરની બહાર જ ઊભો રહી ગયો. કારણ ?
ઘરમાં કચરો ખૂબ હતો અને અધૂરામાં પૂરૂં એ ઘરની બારીઓ ખુલ્લી હતી કે જેમાંથી કચરો સતત ઘરની અંદર આવી રહ્યો હતો.
બીજો યુવક પણ ઘરની બહાર જ ઉભો રહી ગયો. કારણ ? એના ઘરની બારીઓ તો બંધ જ હતી પણ ઘરમાં કચરો ખૂબ હતો.
ત્રીજા યુવકે ઘરમાં પ્રસન્નતા સાથે પ્રવેશ કરી લીધો. કારણ ? એના ઘરની બારીઓ તો બંધ હતી જ, પણ ઘર પણ કચરામુક્ત હતું.
જયવંતુ જિનશાસન ! એની નવતત્ત્વની સમજણની જગતને મળેલ વિશિષ્ટ દેન ! એ નવતત્ત્વમાંના બે તત્ત્વો, ૧. સંવ૨ અને ૨. નિર્જરા. આત્મઘરમાં સતત આવી રહેલ કર્મોના કચરાને અટકાવી દેવા બારીઓ બંધ કરી દેવી એનું નામ સંવર તત્ત્વ અને આત્મઘ૨માં પડેલા કર્મોના જૂના કચરાને સાફ કરતા જવું એનું નામ નિર્જરા તત્ત્વ.
આ નિર્જરા તત્ત્વમાં સમાવેશ થાય છે, અનશન વગેરે છ બાહ્ય તપનો અને પ્રાયશ્ચિત્ત વગેરે છ આભ્યન્તર તપનો.
આ તપ જીવનમાં આવશ્યક જ નથી, અનિવાર્ય પણ છે. પેટમાં જામી ગયેલા મળને જો કાઢવા જ પડે,
ઘરમાં પડી રહેલ કચરાને જો સાફ કરવો જ પડે,
જમીનમાં બિયારણ નાખતા પહેલા
જમીનને જો ખેડવી જ પડે તો આત્માને સર્વ કર્મના ક્ષયવાળા મુક્તિપદના ભાજન બનાવવા માટે
તપના માર્ગે કર્મનિર્જરા કરતા જ રહેવું પડે. અલબત્ત, તપના બે પરિણામ છે. એક બાજુ શરીરની સાતે ય ધાતુને એ તપાવતો