________________
દેવ બનેલો-સુરપ્રભ રાજા (મોટાભાઈ) તેને મળવા માટે ત્યાં નીચે નરકમાં આવે છે. ત્યારે નરકની વેદનાથી ત્રાસેલો શશિપ્રભ રાજાનો જીવ કહે છે કે હે ભાઈ ! પૂર્વના ભવમાં શરીરના લાલનપાલનથી આનંદ માનતો હું શરીરની આસક્તિને પુષ્ટ કરવા કરેલા ચિક્કાર પાપોને કારણે નરકમાં પડયો છું-તું મને અહીંથી છોડાવી ન શકે તો કાંઇ નહીં, પણ મારા પૂર્વભવના તે શરીરને તું કષ્ટ આપ, ચાબુકે માર અને તલવારથી કાપ, જેથી કર્મો ઘટે અને મને કંઇક શાંતિ મળે... ત્યારે તે સુરપ્રભ દેવના મોંમાંથી અભુત શબ્દો નીકળે છે.
को तेण जीवरहिएण, संपयं जाइएण हुज्ज गुणो । जइऽसि पुरा जायंतो, तो नरए नेव निवडंतो |
ઉપદેશમાલા ૨૫૭ પૂર્વભવના જીવરહિત બનેલા તે શરીરને હવે વર્તમાનમાં કષ્ટ આપવાથી શો ફાયદો ? જો પૂર્વમાં જીવતા જ શરીરને તપ-ત્યાગ-પરિષહોના કષ્ટ આપ્યા હોત, તો તું નરકમાં પડ્યો જ ન હોત... આમ, અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મોને નાની સજામાં ખપાવી આપવાનું અતિમહત્ત્વનું કામ કાયફલેશાદિ તપો કરે છે. માટે શાંતસુધારસમાં જણાવ્યું છે કે –
याति घनाऽपि घनाघनपटली खरपवनेन विरामम् । भजति तथा तपसा दुरिताली क्षणभंगुरपरिणामम् ||
ગાઢ પણ વાદળોનો સમૂહ પ્રચંડ પવનથી વિખેરાઇ જાય છે, તેમ તપથી પાપકર્મોની પરંપરા પણ ક્ષણભંગુર પરિણામને પ્રાપ્ત કરે છે.
૧) જીવને અનાદિકાળથી સંસારમાં રખડાવતા ઘણા પરિબળોમાં મુખ્ય પરિબળ જીભની લાલસા અને શરીરની આસક્તિ છે. શાસ્ત્રમાં પણ બતાવ્યું છે, ઇન્દ્રિયોમાં જોખમી રસનેન્દ્રિય, કર્મોમાં જોખમી મોહનીય (આસક્તિ) "મા " રસળી-મા મોદી ‘ જો રસનાની લાલસા અને મોહની વાસના પર control ન આવે તો જીવનો મોક્ષ ક્યારેય થાય જ નહીં,
૨) સંસારના સર્જનનું એકમાત્ર કારણ વિષે સંનને, અસંયમનો મતલબ ખરાબ પ્રવૃત્તિ નહીં, પણ જીવનમાં વ્યાપેલી ખરાબ વૃત્તિઓ... આને જ લીધે જીવ સંસારમાં રખડે છે.
(૩) સંસારના સર્જનમાં-પોષણમાં મહત્ત્વનો ભાગ ભજવતા ૩ પ્રકારના ગારવ – ઋદ્ધિ-રસ-શાતાગારવની વાત શાસ્ત્રમાં આવે છે, જેનાથી જીવ