________________
એ વૈયાવચ્ચી સાધ્વીજી પોતાના હાથથી જ એ લોહીથી લથપથ માંસના લોચાને મોઢામાંથી ખેંચી કાઢતા. આવું ૪-૫ માસ ચાલ્યું. લોકો જે જોઇ ન શકે, વિચારી પણ ન શકે એવી ઉત્કૃષ્ટ વૈયાવચ્ચ સાધ્વીજીએ શી
રીતે કરી હશે ? ૧૩) એ સાધ્વીજીની ઉંમર ૭૨ વર્ષ છે, દીક્ષાપર્યાય પર વર્ષનો છે. ૧) છેલ્લા ૪૦ વર્ષથી અખંડપણે તે રોજ નવપદજીના ગુણોનો ૧૩૦ લોગસ્સ
નો કાઉસગ્ગ સળંગ ઊભા-ઊભા કરે છે. લગભગ ૧ કલાક લાગે. એકવાર વિહાર કરીને ધાનેરા ગામની સોસાયટીમાં પહોંચ્યા, ત્યાં રોકાયા બપોરે કાઉસગ્ગ શરુ ર્યો, અડધો કલાક થયો-અડધો કાઉસ્સગ્ન થયો, ત્યારે બે ત્રણ કીડીઓ શરીર પર ચડીને કાનમાં પેસી ગઇ, કરડવા લાગી
સખત વેદના વચ્ચે પણ સમતાપૂર્વક એક કલાકનો કાઉસગ્ગ પૂર્ણ ર્યો. ૩) એકવાર ચાલુ કાઉસ્સગ્નમાં જ ઠંડી લાગીને તાવ ચડી ગયો. ધ્રુજારી
થવા માંડી, છતાં સાધ્વીજી બેઠા પણ નહિ કે કાઉસ્સગ્ગ પાર્યો પણ નહિ. તાવ વધતો જ ગયો, છતાં એ મક્કમ રહયા.
જ્યારે આખો કાઉસ્સગ્ન થયો, પાર્યો, તાવ તપાસ્યો ત્યારે ૪ ડીગ્રી
તાવ હતો. ૧૪) આજથી લગભગ ૨૦ વર્ષ પૂર્વે દિલ્હીમાં એક સાધ્વીજી ભગવંત કાળ
ધર્મ પામ્યા હતા. એમણે ૪૮ વર્ષના દીક્ષા પર્યાય દરમ્યાન કુલ ૬૦,૦૦૦
ગાથાઓ કંઠસ્થ કરી હતી. ૧૫) એક આચાર્ય ભગવંતે પોતાના ૪૮ વર્ષના સંયમપર્યાય દરમ્યાન કુલ
૩ કરોડ ૬૩ લાખ નમસ્કાર મહામંત્રનો જપ ર્યો હતો, અર્થાત્ ૩ લાખ ૬૩,૦૦૦ બાંધી નવકાર ગણી હતી. ૪૮ વર્ષના દિવસ ૪૮ x ૩૬૦ = ૧૭, ૨૮૦ થાય. અંદાજે રોજની ૨૦ બાંધી નવકારવાળી થાય. આવા, નામી-અનામી તમામ તપસ્વીઓના ચરણે કોટિશઃ વંદના...
- ૧૦૯
2.