________________
પરિશિષ્ટ-૨ (૧) પંચ પરમેષ્ઠી તપ - પંચ પરમેષ્ઠી ભગવાન ની ઉપાસના માટે આ તપ કરાય છે. આ તપ નું અનંતર ફળ રોગ અને વિપ્નની શાંતિ છે અને પરંપર ફળ મોક્ષ ની પ્રાપ્તિ છે. અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય તથા સાધુ, જે પંચપરમેષ્ઠી ના ઉદ્દેશ થી ક્રમશઃ ઉપવાસ-એકલઠાણું-આયંબિલ, એકાસણાનીવિ પુરિમષ્ઠ અને ૮ કોળીયા કરીને ૭ દિવસમાં એક ઓળી પૂર્ણ થાય છે, એવી ૫ ઓળી કરીને આ તપ પૂર્ણ થાય છે.
(૨) તીર્થકર વર્ધમાન તપ - વર્તમાન ચોવીસી ના ચોવીસ ભગવાનની આરાધના માટે આ તપ કરાય છે. બધા ભગવાનની આરાધના ૨૫ એકાસણા, નીવિ કે આયંબિલ થી કરવાની થાય છે. બે ભાગમાં આ તપ પૂર્ણ થાય છે. પહેલા ભાગમાં ઋષભદેવ ભગવાનના ૧, અજિતનાથ ભગવાનના ૨... એમ મહાવીર સ્વામી ભગવાન ના ૨૪; તથા બીજા ભાગમાં મહાવીર સ્વામી ભગવાન ના ૧, પાર્શ્વનાથ ભગવાનના ૨. એમ ઋષભદેવ ભગવાનના ૨૪ એકાસણા, નીવિ કે આયંબિલ કરવાથી ૨૪ નો આંકડો પૂર્ણ થાય છે.
આ તપ કરવાથી સર્વોચ્ચ પુણ્ય ની પ્રકૃતિનો બંધ થાય છે.
(૩) ઇંદ્રિયજય તપ - ચામડી, જીભ, નાક, આંખ અને કાન, આ પાંચ ઇંદ્રિયોના વિષય સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ ક્રમશઃ હોય છે. આ પાંચ વિષયોમાં રાગ-દ્વેષ કરવાથી એના ફળમાં કર્મબંધ અને દુર્ગતિ મળે છે. તેથી મોક્ષ પ્રાપ્ત કરવાને ઇચ્છુક જીવોને ઇંદ્રિયજય તપ દ્વારા ઇંદ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક થાય છે. આમાં ૧ ઇંદ્રિય ના વિજય માટે પાંચ દિવસમાં ક્રમશઃ પુરિમુઢ, એકાસણું, નીવિ, આયંબિલ, ઉપવાસ કરવા જોઇએ. આ પ્રમાણે જ ૫ વાર કરવાથી ૨૫ દિવસમાં આ તપ પૂર્ણ થાય છે. આ દિવસોમાં નિયમા બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ.
(૪) કષાય જય તપ :- ક્રોધ, માન, માયા, લોભ, આ ચાર કષાયોના નિગ્રહ માટે આ તપ કરાય છે. (એક કષાયના નિગ્રહ માટે) પહેલા દિવસે એકાસણું, પછી ક્રમશઃ નીવિ, આયંબિલ, ઉપવાસ કરવાથી પહેલી ઓળી પૂર્ણ થાય છે. આ પ્રમાણે જ ૪ કષાયના નિગ્રહ માટે ૪ ઓળી કરીને ૧૬ દિવસમાં આ તપ પૂર્ણ થાય છે. જેમને પોતાના ક્રોધાદિ દુર્ગુણોથી મુક્તિ જોઇએ, તેમણે અવશ્ય સંકલ્પપૂર્વક આ તપ કરવો જોઇએ.
(૫) અષ્ટકર્મસૂદન તપ :- મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ-પ્રમાદ