________________
ગણતરી માંડીએ તો ૩૬૦ દિવસ x ૨૫ વર્ષ... આશરે એમના જીવનમાં કુલ ૯૦૦૦ જેટલા તો ઉપવાસ થયા છે. (૫૦ વર્ષીતપ = ૨૫ વર્ષ જેટલા ઉપવાસ)
૧૦) એક મુનિરાજ ।
(a) ૩૮ વર્ષનો દીક્ષા પર્યાય થયો, પણ આજ દિન સુધી નવકારશી પચ્ચકખાણ ર્યું નથી.
(b) એમણે કુલ ૧૦૨૪ અક્રમ પૂર્ણ ર્યા. મોટાભાગના અક્રમો તો અઠ્ઠમના પારણે અક્રમ ક૨વાપૂર્વક ર્યા છે.
(C) પારણાના દિવસે લગભગ અભિગ્રહ કરે. જો એ અભિગ્રહ પૂરો થાય તો બપોરે ૧ વાગ્યા પહેલા પારણું કરે, જો અભિગ્રહ પૂરો ન થાય તો બપોરે ૧ વાગ્યા બાદ પારણું કરે.
(d) અક્રમના પારણે કે તે સિવાય પણ બપોરે માત્ર બે જ દ્રવ્ય વાપરે. ૧) ઘી વિનાની લુખી રોટલી ૨) દાળ. બીજા શાક-ભાત-દૂધ કાંઇ વાપરે નહિ. ૧૧) એક સાધ્વીજી
૧) કુલ ૨૫ નવ્વાણું યાત્રાઓ કરી છે. ૨) માસક્ષમણ ૩) ચત્તારિ-અટ્ઠદસ-દોય ત૫ ૪) શ્રેણીતપ ૫) સિદ્ધિત૫ ૬) સમવસરણ તપ ૭) સિંહાસન તપ ૮) ભદ્ર તપ ૯) અનેક વર્ષીતપો ૧૦) પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ અક્રમો ૧૧) વીરપ્રભુના ૨૨૯ છઠ્ઠો ૧૨) ૧૫ ઉપવાસ ૧૩) ૯ ઉપવાસ ૧૪) અઠ્ઠાઇ કેટલી એની ગણતરી જ નથી. ૧૫) ગોચરી લેવા સ્વયં જાય, પારણામાં કોઇ વિશેષ આહાર નહિ. ૧૬) પહેલીવારમાં જે આવે એમાંથી જ વાપરે, મોટા તપનું પારણું હોય તો પણ પ્રાયઃ કદી પણ બીજીવાર વધઘટમાં મંગાવ્યું નથી.
૧૨) એક સાધ્વીજીને ગળામાં કેન્સર થયેલું પાંચ વર્ષ એની ઘોર વેદનાઓ સહન કરી, એમાં પણ છેલ્લા ૫-૬ મહિના તો હદ થઇ ગઇ.
એમની સેવા એક સેવાભાવી સાધ્વીજી એ કરી.
ક્યારેક આખીરાતની રાત જાગે, વારંવાર ઉઠવું પડે, દિવસે થોડોક ટાઇમ સંથારી જાય.
એ કેન્સરવાળા સાધ્વીજીના મોઢામાંથી માંસ અને લોહીના લોચા નિકળે.
૧૦૮
2.