________________
પરિશિષ્ટ - ૧ હાલના કાળમાં પણ ચાલતી વિશિષ્ટ તપ સાધનાની ઝલકો.
૧) આજથી લગભગ ૪૦૦ વર્ષ પૂર્વે થયેલા એક મુનિરાજે જે ઘોરાતિઘોર તપ પોતાના જીવનમાં આદર્યો હતો, એનું સ્વરૂપ જરાક નિહાળીએ.
માસક્ષપણ ૫૦ વાર = ૩૦ x ૫૦ = ૧૫૦૦ ઉપવાસ ૨૦ ઉપવાસ ૫૦ વાર = ૨૦ x ૫૦ = ૧૦૦૦ ઉપવાસ ૧૬ ઉપવાસ ૨૦ વાર = ૨૦ x ૧૬ = ૩૨૦ ઉપવાસ ૧૪ ઉપવાસ ૧૪ વાર = ૧૪ x ૧૪ = ૧૯૬ ઉપવાસ ૧૩ ઉપવાસ ૧૩ વાર = ૧૩ x ૧૩ = ૧૬૯ ઉપવાસ ૧૨ ઉપવાસ ૧૨ વાર = ૧૨ x ૧૨ = ૧૪૪ ઉપવાસ ૮ ઉપવાસ ૨૮૧ વાર = ૮ X ૨૮૧ = ૨૨૪૮ ઉપવાસ ૩ ઉપવાસ ૧૫૬૦ વાર = ૩ x ૧૫૬૦ = ૪૬૮૦ ઉપવાસ
Total ૧૦૨૫૭ ઉપવાસ આ ઉપરાંત આ મુનિએ ધન્ના અણગારનો નવમાસી તપ ર્યો, જેમાં ચાર વાર ૯ ઉપવાસ, ચાર વાર અટ્ટાઇ અને ચાર અઠ્ઠમ કરેલા. ૭૦ દિવસ છઠ્ઠના પારણે છઠ્ઠ કરેલા. જેમાં પારણામાં માત્ર છાશ વાપરેલી.
આ સિવાય છૂટા છૂટા કરેલા ઉપવાસ વગેરે બધાનો સરવાળો કરીએ તો આ મહામુનિએ કુલ ૩૮ વર્ષના પર્યાયમાં ૧૧૩૨૧ (૩૧ ૧/૨ વર્ષ = સાડા એકત્રીસ વર્ષ) તો ઉપવાસ જ ર્યા છે. માત્ર ૬ ૧/૨ (સાડા છ) વર્ષ જેટલા પારણા ક્ય છે.
એમણે ૧૨ વર્ષ વિગઇત્યાગ કરેલો. • ૫ વર્ષ ઠંડી સહન કરવા કપડો ઓઢવાનું બંધ રાખેલું. - ૫ વર્ષ આડા પડખે સુવાનું બંધ રાખેલું.
- ચાર બહેનો પૂજા બાદ એક સાથે ઘી વહોરાવે તો વહોરવું એવો એમનો અભિગ્રહ હતો, અને એ અભિગ્રહ ત્રણ વર્ષ બાદ નરોડામાં પૂર્ણ થયો હતો. આ મુનિવર અમદાવાદ નરોડામાં જ કાળધર્મ પામ્યા હતા.