________________
તે કાયોત્સર્ગ
કાયક્લેશ-સંલીનતા પણ કાયાને કષ્ટ આપવા માટે છે, તેમ કાયોત્સર્ગ પણ કાયાના મમત્વને તોડવા માટે છે. કાયાને પ્રતિજ્ઞાપૂર્વક નિશ્ચિત સમય માટે વોસિરાવવી તે કાયોત્સર્ગ.. તે બે પ્રકારનો છે (૧) બાહ્ય કાયોત્સર્ગ (૨) અત્યંતર કાયોત્સર્ગ. શાસ્ત્રના પાને ટંકાયેલી બે કથાઓ - (a) ચંદ્રાવતંસક રાજા રાતના સમયે કાઉસગ્ન કરવા ઊભા રહ્યા, સંકલ્પ ર્યો કે દીવો ચાલુ રહે ત્યાં સુધી કાઉસગ્ગ કરવો. આ બાજુ દાસીએ જોયું,-રાજા અહીં ઊભા છે, દીવો બંધ થશે તો તકલીફ પડશે, માટે ઘી પૂરી દઉં. આવું ૩૪ વાર બન્યું. આખી રાત દીવો ચાલ્યો, આખી રાત કાઉસગ્ગ ચાલ્યો-રાજવી કાયા આ કષ્ટ જીરવી ન શકી અને સત્ત્વપૂર્વક કરાયેલા ૧ રાતના કાઉસગ્ગ રાજાને દેવગતિ અપાવી.
(b) સકલચંદ્રવિજયજી મ.સા. કાઉસગ્નમાં ઊભા રહયા, સંકલ્પ ર્યો કે ગધેડો ભોંકે ત્યારે કાઉસગ્ગ પારવો-જોગાનુજોગ કુંભાર કામથી ગધેડાને લઇ ચાલ્યો ગયો. ર-૩ દિવસે પાછો ર્યો, પછી કાઉસગ્ગ પાર્યો, અને આશ્ચર્ય તો એ છે કે ૨-૩ દિવસના અખંડ કાઉસગ્ગમાં આ મુનિભગવંતે સત્તરભેદીપૂજાની રચના કરી જે આજે પણ જિનાલયની વર્ષગાંઠ આદિ માંગલિક પ્રસંગે ભણાવાય છે.
(C) પ્રભુ પણ સાધના કાળમાં સતત કાઉસગ્ગ ધ્યાનમાં રહે છે, ધ્યાનમાં માત્ર એકાગ્રતા છે, કાઉસગમાં એકાગ્રતાની સાથે કાયાના-મનનાવચનના મમત્વનો, કુપ્રવૃત્તિનો સદંતર ત્યાગ હોવાથી વધુ કર્મનિર્જરા કરનારો છે. - આલોચના (પાપના પ્રાયશ્ચિત્ત) માટે પણ કાઉસગ્ગ કરાય છે.
ઉદા. પ્રતિક્રમણમાં આવતા કાઉસગ્ગો, કર્મક્ષયનિમિત્તના ૧૦-૨૦ લોગસ્સના કાઉસગ્ગો, - આરાધના માટે પણ કાઉસગ્ન થાય છે. ઉદા. અરિહંતપદની આરાધના, વીશસ્થાનકની આરાધના વગેરે. - અંતરાય | વિપ્નો તોડવા માટે પણ કાઉસગ્ગ થાય છે. ઉદા. જ્ઞાનના અંતરાય, ચારિત્રના અંતરાય તોડવા માટે કરાતા કાઉસગ્ગો.