________________
તમે હો તેના સ્વરૂપે તમે બની જાવ છો. માટે જ અણસણાદિ બાહ્યતપો અને પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપ કરતા ધ્યાન થતી કર્મનિર્જરા વધુ છે, પણ જ્યાં સુધી બાહ્ય તપ અને પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપનું સેવન ન થાય ત્યાં સુધી થતું ધ્યાન પ્રાયઃ આર્ત અથવા રૌદ્ર જ હોય છે પણ ઉપરોક્ત તપથી કસાયેલા અને ઘડાયેલા શરીર તથા મનથી થતું ધ્યાન પ્રાય: ધર્મ અથવા શુક્લ જ હોય છે. માટે દરેક તપનું પોતાનું આગવું મહત્ત્વ છે.
હાલ આપણે ક્યાં-ક્યાં આર્ત-રૌદ્રધ્યાનને વશ થઇએ છીએ, તેના મુદ્દાઓ.
૧) પીક્યરના વલ્ગર દશ્ય દેખતા આપણે ખુદ વાસનાગ્રસ્ત બની વાસનાના સંસ્કાર આપણામાં નાંખીએ છીએ.
૨) નેતાઓના કૌભાંડો-પોલીટીક્સ વગેરેની ચર્ચામાં એકાગ્ર બનતા આપણે સ્વયં નેતાઓની જેમ ધનલંપટતા અને સત્તાલંપટતાના સંસ્કાર આપણામાં નાખીએ છીએ છે.
( ૩) ક્રિકેટની મેચ વગેરેમાં તરબોળ બનતા સતત બીજા પ્રતિસ્પર્ધી માટેના દ્વેષના સંસ્કાર નાંખીએ છીએ.
આમ, જીવનની ઘણી બધી પ્રવૃત્તિઓમાં આપણી એકાગ્રતા ભળે છે અને તેથી સતત આર્ત-રૌદ્રધ્યાન ચાલ્યા જ કરે છે, પણ ધર્મની ક્રિયામાં એકાગ્રતા આવતી નથી તેથી ધર્મ-શુક્લધ્યાન ઝડપથી આવતું જ નથી.. આજે પણ હિમાલયની ગુફામાં એવા યોગીઓ છે, જે દિવસોના દિવસો શુભધ્યાનમાં વિતાવે છે, આપણા નજીકના ભૂતકાળમાં પણ પૂ. પંન્યાસજી ભદ્રંકર વિજયજી મ.સા., પૂ.આ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. આદિ થયા જે ધ્યાનમાર્ગના ઉત્તમ ધારક હતા, આ તો થઇ વિશિષ્ટ ધ્યાનની વાત, પણ દિવસની રોજીંદી ક્રિયાઓ જેવી કે રસોઇ કરવી, પાણી ગાળવું, પૂજા કરવી, સાધુને સુપાત્રદાન, ભિખારીને અનુકંપાદાન, સંતાનોનું સંસ્કરણ વગેરેમાં મનવચન-કાયાને એકાગ્ર કરીએ તો રુટિનમાં પણ ધર્મધ્યાન થઇ શકે છે.