SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન ધ્યાન = મન-વચન-કાયાની એકાગ્રતા ધ્યાન કહેવાય છે. મતલબ જે યોગોમાં મન-વચન-કાયા ત્રણે ભળે તે ધ્યાન. કર્મ મન-વચન-કાયાથી બંધાય છે અને નિર્જરા પણ તે ત્રણેથી જ થાય છે, માટે જ્યાં ત્રણે એકત્રિત થાય તે સ્થળ શુભ હોય તો વધુ કર્મનિર્જરા અથવા પુણ્યબંધ થાય અને જો તે અશુભ હોય તો વધુ ગાઢકર્મ બંધાય, ફલિત એ થાય છે કે ધ્યાન વખતે થતી કર્મનિર્જરા કે બંધ સામાન્ય પ્રવૃત્તિ વખતે થતી નિર્જરા કે બંધ કરતા વધુ તીવ્ર-ગાઢ કે ઉત્કૃષ્ટ હોય છે. માટે વધુ કર્મબંધની દ્રષ્ટિએ શુભધ્યાન બાધક બને છે અને વધુ કર્મનિર્જરાની દ્રષ્ટિએ અશુભ ધ્યાન બાધક બને છે. શાસ્ત્રમાં ધ્યાનના મુખ્ય ૪ પ્રકાર બતાવ્યા છે. ૧) આર્તધ્યાન - ૠતં-દુઃવું, તસ્ય નિમિત્તે તત્ર વા મવું ૠતે વા પીડિતે પ્રાણિનિ ભવમ્ આર્તમ્ II જે દુઃખનું કારણ છે અથવા દુઃખમાં જે થાય છે તે આર્તધ્યાન. ૨) રોદ્રધ્યાન - રોયતિ અપાન્ તિ રુદ્રઃ બીજાને રડાવવાનું, હેરાન કરવાનું, દુઃખી કરવાનું જે કરે, તે રૌદ્ર ધ્યાન. - ૩) ધર્મધ્યાન – ક્ષમાવિશનક્ષણ: ધર્મ: તસ્માલનપેર્ત ધર્રમ્ । ક્ષમા, નમ્રતા વગેરે ૧૦ પ્રકારના ધર્મોથી યુક્ત, ધર્મોનું પોષક તે ધર્મધ્યાન. ૪) શુક્લધ્યાન – શોધયત્યાગનું ર્નમાં શુષ વા શોળ ખ઼મતિ અવનયતીતિ ।। આઠે પ્રકારના કર્મોને જે શુદ્ધ કરે તે શુક્લધ્યાન અથવા શોકને દૂર કરે તે શુક્લધ્યાન આ દરેકના અવાંતર ભેદ પણ પડે છે, જે જૈન ધ્યાનમાર્ગમાં બતાવ્યા જ છે, માટે અહીં ચર્ચતા નથી. આર્ત-રૌદ્રથી બચવું અને ધર્મ શુક્લમાં પ્રવૃત્તિ કરવી. આમ ધ્યાનતપના અવાંતર ચાર ભેદ પડે છે. સ્તવનમાં બહુ સરસ પંક્તિ આવે છે અરિહંતના ધ્યાને અરિહંત બની જશો, જિનની ભક્તિ કરતા-કરતા જિન બની જશો. હા, ધ્યાનમાં મન-વચન-કાયાની એકાગ્રતા હોવાથી જેના ધ્યાનમાં ૯૫ 2.
SR No.023305
Book TitleSetu Sansarthi Muktino
Original Sutra AuthorN/A
AuthorKrupabodhvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy