________________
બીજા અવિરતિવરના વેલાવચ્ચ કરવ૮ દ્વારા કહેતાજી સ્વાર્થવૃત્તિને તોડી ઢગલાબંધ કર્મોથી મુક્તિ મેળવે છે, કારણ કે સ્વાર્થવૃત્તિથી જ મોટાભાગે કર્મ બંધાય છે. વિનય અહંકાર દ્વારા બંધાતા કર્મબંધથી બચાવે છે અને વૈયાવચ્ચ સ્વાર્થવૃત્તિ દ્વારા બંધાતા કર્મબંધથી બચાવે છે... પ્રભુ ઋષભે પણ આઠમા જીવાનંદ વૈદ્યના ભવમાં મિત્રો સાથે ભેગા થઇ એક સાધુની ઉત્તમ વૈયાવચ્ચ કરેલી, તેના પ્રભાવે મોહનીયકર્મ તૂટતા દીક્ષા મળી, દેવલોક અને સદ્ગતિની પરંપરા ચાલી... શાસ્ત્રમાં વૈયાવચ્ચ કરવા માટે કેવી વ્યક્તિ અયોગ્ય છે, તેની વાત બતાવી છે.
अलसं घसिरं सुविरं खमगं कोहमाणमायलोहिल्लं । कोउहलपडिबद्धं वैयावच्चं न कारिज्जा ||१३३।। (भा.) एअद्दोसविमुक्कं कडजोगिं नायसीलसमायारं | गुरुभत्तिसंविणीयं वेयावच्चं तु कारेज्जा ||१३४।। (भा.)
આળસુ, ભૂખાળવો, ઊંઘણશી, તપસ્વી, ક્રોધી, માની, માયાવી, લોભી, કુતુહુલી અને વધુ પડતો અભ્યાસનો એકાંત રાગી-આવા ૧૦ વ્યક્તિઓ પાસે ગુરુ વગેરેની વૈયાવચ્ચ ન કરાવાય, કારણ ઉપરોક્ત વ્યક્તિઓ ક્યાંક સ્વાર્થને લીધે પૂર્વે પોતાનું કામ કરી પછી આચાર્યાદિનું કાર્ય કરે, તેમાં ક્યારેક આચાર્યાદિને સીદાવું પડે, ક્યારેક સુલભ નિર્દોષ ગોચરી મળતી હોય છતાંય ઉપરોક્ત વ્યક્તિની ભૂલને લીધે દોષિત ગોચરી લાવવી પડે. જે ગીતાર્થ છે, ઉપરોક્ત દોષથી રહિત છે, ગુરુ પ્રત્યેની ભક્તિ-બહુમાનથી યુક્ત હોય તેવો જ સાધુ વૈયાવચ્ચ કરવા યોગ્ય છે.