________________
તે વૈયાવચ્ચ છે પરમાત્માએ બાકીના ધર્મોનું ફળ પ્રતિપાતિ કહયું છે, જ્યારે વૈયાવચનું ફળ અપ્રતિપાતિ બતાવ્યું છે. અર્થાત્ વૈયાવચ્ચ દ્વારા જે પુણ્ય બંધાય અથવા જે કર્મનિર્જરા થાય, તે અપ્રતિપાતિ (નિષ્ફળ ન જાય તેવા ચોક્કસ ફળને આપે તેવી) હોય છે. વૈયાવચ્ચ દ્વારા તીર્થકર નામકર્મ પણ નિકાચિત થઇ શકે છે. પરમાત્મા ત્યાં સુધી કહે છે કે નો જિલ્લાનું ડિસેવ નો માં પુલિસેવા
જે ગ્લાનની સેવા-વૈયાવચ્ચ કરે છે તે મારી સેવા કરે છે. વૈયાવચ્ચ દ્વારા જ બાહુ-સુબાહુ મુનિઓએ ચક્રવર્તીપણુ અને અનંત બાહુબળ આપનારા શુભકર્મો એકઠા ક્યાં અને પછીના ભાવમાં પ્રભુ ઋષભના પુત્ર ભરત-બાહુબલી તરીકે ઉત્પન્ન થયા. એક જણે ગોચરી-પાણી લાવી આપવા સ્વરૂપ બાહ્ય વૈયાવચ્ચ ઉલ્લાસથી કરી તો બીજાએ હાથ-પગ વગેરે દબાવવા સ્વરૂપી શારીરિક સુખાકારિતા ઉપજાવી. પછીના ભાવમાં પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય પામી અખુટ સુખ-વૈરાગ્ય-કેવળજ્ઞાન પ્રાપ્ત ... ઉત્તમ-વ્યક્તિઓની સેવા વૈયાવચ્ચે કહેવાય છે, તેના મુખ્યત્વે ૧૦ ભેદ છે.
(૧) આચાર્ય વૈયાવચ્ચ (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ (૩) સાધુ વૈયાવચ્ચ (૪) તપસ્વી વૈયાવચ્ચ (૫) લઘુશિષ્યાદિ વૈયાવચ્ચ (૬) ગ્લાન સાધુ વૈયાવચ્ચ (૭) શ્રમણોપાસક વૈયાવચ્ચ (૮) સંઘ વૈયાવચ્ચ (૯) કુલ વૈયાવચ્ચ (૧૦) ગણ (શ્રાવક) વૈયાવચ્ચ.
મોટે ભાગે સામેનાના શરીરને સુખાકારિતા કરી આપવી તેનું નામ વૈયાવચ્ચ. ઉત્તમવ્યક્તિઓના દેહને સુખાકારિતા કરી આપતા સાધનામાં તેઓ ગતિવંત બને છે, આ બધી જ સાધનાના લાભ તે વૈયાવચ્ચ કરનારાને મળે છે, ગૃહસ્થો પોતાના ઘરમાં રહેલા વડીલો-માંદા માણસો કે અન્ય જરૂરિયાતવાળાની જે સેવા કરે છે, તે પણ અપેક્ષાએ વૈયાવચ્ચ છે, કારણ તેમાં અન્ય માટે પોતાની જાત ઘસી સામેની વ્યક્તિને અનુકૂળ બનવામાં આવે છે. જો કે તે ગૃહસ્થો સાજા બની પાપપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. તેથી સાધુઓ અવિરતિધરની વૈયાવચ્ચ નથી કરતા. બાકી ગૃહસ્થ તો અવિરતિમાં જ બેઠા છે, માટે