________________
સ્વાધ્યાય
જીવ
સ્વ+અધિ+આય = પોતાના આત્માનો અભ્યાસ કરવો / પોતાના આત્માની નજીક જવું તેનું નામ સ્વાધ્યાય. નવરું મન શેતાનનું પ્રતિનિધિ છે, સ્વાધ્યાય એટલે જિનવચનથી સતત ભાવિત થવાની પ્રક્રિયા. પ્રભુએ કેવળજ્ઞાનથી વિશ્વનું સ્વરૂપ જોઇ અર્થથી દેશના દ્વારા લોકોપકાર ર્યો-ગણધર ભગવંતોએ તે પદાર્થોને સૂત્રમાં આલેખી યાદ રાખવા માટે સુયોગ્ય બનાવ્યા. બસ આ જ વચનોને સતત વાગોળતા-વિશ્વના સાચા સ્વરૂપનો બોધ થાય છે, વૈરાગ્યવાસિત બને છે, વિવેકી અને વિશદપ્રજ્ઞાનો ધારક બને છે. જેમ-જેમ જિનવચનનો અભ્યાસ થતો જાય, તેમ-તેમ પ્રભુના કેવલજ્ઞાનની, આત્માની સર્વજ્ઞતાની વિશાળતાનો બોધ સ્પષ્ટ થતો જાય છે અને અહોભાવ ખૂબ વધે છે. જીવનમાં બનનારી સારી-નરસી ઘટનાઓ, તે ઘટનાઓમાં થતા રાગદ્વેષ, તેને કારણે સંસારમાં પરિભ્રમણ, કર્મોના વિપાકો-તેમાંથી મુક્ત થવાના ઉપાયો, વગેરે તમામનો બોધ શ્રુતજ્ઞાનના માધ્યમે આપણને મળે છે, વિશ્વમાં જે પણ જ્ઞાનધારા મળે છે, તે ચાહે સાયન્સને લાગતું હોય, ભૂગોળ-ખગોળજીવવિજ્ઞાન-મેડિકલસાયન્સ, કર્મવિજ્ઞાન હોય, અણુવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, પેરામેડિકલ શાખાઓનું જ્ઞાન હોય કે, વર્તમાન અવકાશવિજ્ઞાન અને તેનાથી ઉત્પન્ન થતી અન્ય શાખાઓ હોય. બધાનું મૂળ જિનેશ્વર ભગવંતો દ્વારા પ્રરૂપિત શાસ્ત્રો છે. તેવા શાસ્ત્રોનો ગુરુનિશ્રાએ અહોભાવપૂર્વક અભ્યાસ કરવો તે જ સ્વાધ્યાય. સ્વાધ્યાય સૂર્ય અથવા દીપક સમાન છે. અંધારામાં માણસ કચરાપેટીની બાજુમાં બેસી જાય તે શક્ય છે, પણ સૂર્યનું અજવાળું થતા કચરાપેટી છુટી જ જાય છે બસ જ્ઞાન પણ હેય-ઉપાદેય (છોડવા યોગ્ય-ગ્રહણ કરવા યોગ્ય)નો ભેદ સ્પષ્ટ કરાવે છે, માટે જીવનું ઉત્થાન અત્યંત સરળ બની જાય છે. આવા સ્વાધ્યાયને મુખ્ય ૫ તબક્કામાં વહેંચી શકાય.
(૧) વાચના – ગુરુ પાસેથી વિધિ-બહુમાનપૂર્વક અભિનવશ્રુત
ગ્રહણ કરવું.
(૨) પૃચ્છના
ગુરુને પૂછવું.
–
જ્ઞાન ગ્રહણ કરી ધારવું, તેમા કોઇ શંકા લાગે તો
~)