________________
૬) તપ પ્રાયશ્ચિત્ત - પાપોની ગંભીરતા વધુ હોય ત્યારે આયંબિલઉપવાસાદિ જે તપ ગુરુ આપે તે કરવાથી જ પાપો ધોવાય.
૭-૮) છેદનું મૂલ પ્રાયશ્ચિત્ત - શરીરના કોઇ ભાગમાં ગંભીર બીમારી લાગુ પડતા ઓપરેશન કરીને તે ભાગ છેદી નાખવામાં આવે છે, તેવી જ રીતે વધુ ગંભીર પાપ થતાં સાધુ / શ્રાવક દ્વારા કરાયેલી આરાધનાનો એક ભાગ અથવા સંપૂર્ણ આરાધના પાપની શુદ્ધિ ખાતે ખતવી નાંખવી. ચારિત્રના વર્ષો વગેરે ઓછા કરવા અથવા ફરીથી દીક્ષા આપવી.
૯-૧૦) અનવસ્થાપ્ય અને પારાંચિત - આ બંને પ્રાયશ્ચિત્તનો વિચ્છેદ થવાથી અત્રે માહિતી આપી નથી, અતિ ગંભીર પાપ થયું હોય, તો જ આ પ્રાયશ્ચિત્ત પૂર્વેના કાળમાં અપાતું હતું.
આપણે પણ ગીતાર્થ ગુરુ પાસે વિશુદ્ધ આલોચના (ભવ આલોચના) લઇ આત્માને ઉજ્જવળ બનાવી મુક્તિમાં સ્થાપિત કરવા ગતિશીલ બનવું જોઇએ.
૬
52.