________________
હું વિનય છે
विनीयते-क्षिप्यते अष्टप्रकारं कर्मानेनेति विनयः
(જેના વડે ૮ પ્રકારના કર્મોનો નાશ થાય છે, તે વિનય.) વિનયને જિનશાસન રૂપી ધર્મવૃક્ષનું મૂળ કહેવામાં ખાવે છે. વિનયથી ધર્મની પ્રાપ્તિ પણ થાય છે, ધર્મની સિદ્ધિ પણ થાય છે અને પાપોનો હ્રાસ પણ થાય છે. માટે વિનય સૌ પ્રથમ કર્તવ્ય બને છે. લોકોત્તર જિનશાસનમાં તમામ ઉત્તમ તત્ત્વોનવિનય કરવાનું કહ્યું છે, માટે દેવ-ગુરુ-ધર્મ અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ તમામનો વિનય કરવાનું કહ્યું છે. લૌકિક મિથ્યા ધર્મોમાં અમુક ધર્મોમાં તો જે મળે, તે તમામનો વિનય કરવાનો કહ્યો છે, જેને વૈનયિક કહેવામાં આવે છે. આવા કુલ ૩૨ અલગ અલગ ધર્મો છે, જે માત્ર વિનયને જ મહત્ત્વ આપે છે. આના પરથી ફલિત થાય છે કે લૌકિક-લોકોત્તર, સમ્યગુ-મિથ્યા તમામ ધર્મોમાં વિનયનું સ્થાન અગ્રેસર રહ્યું છે.
જિનશાસનમાં મુખ્યતયા ૭ પ્રકારનો વિનય બતાવ્યો છે.
૧) જ્ઞાન વિનય - જિનશાસનમાં મુખ્યતયા મતિ-શ્રુત-અવધિ-મનપર્યવ-કેવળજ્ઞાન એમ ૫ જ્ઞાન બતાવવામાં આવ્યા છે. આ તમામનો પાછો પાંચ પ્રકારનો વિનય દેખાડ્યો છે.
(A) શ્રદ્ધા – પાંચ જ્ઞાનના માધ્યમે પરમાત્માએ વિશ્વના સ્વરૂપને જે રીતે વર્ણવ્યું, તે તેજ રીતે છે, આવી શ્રદ્ધા છે કે પરમક્કે સેસે પાકે !
પાંચ જ્ઞાન મારફતે જે જણાય છે, તે જ અર્થભૂત છે-પરમાર્થ છે, બાકી અજ્ઞાન મારફતે જે જણાય છે, તે બધુંજ અનર્થ છે. | B, C) ભક્તિ અને બહુમાન - જ્ઞાન વિષે બાહ્ય ઔચિત્ય સાચવવું, જેવી કે એની પૂજા કરવી, વંદન કરવું-ઉચ્ચ સ્થાનમાં રાખવું-ગોરવયુક્ત ભૂમિકામાં રાખવું વગેરે અને અત્યંતર પ્રીતિ રાખવી, આના થકી મારું આત્મકલ્યાણ થયું છે, ને હવે પછી પણ થશે તેવો કૃતજ્ઞભાવ દાખવવો તે.
| D) સમ્યગુભાવના - મેળવેલા તે જ્ઞાનના અર્થો ઉપર વારંવાર ચિંતન કરવું, જ્ઞાનના અર્થને-એદંપર્યાર્થને આત્માના પ્રદેશો સાથે આત્મસાત્ કરવા અથવા જીવનમાં તે જ્ઞાનનું આચરણ કરવું તે.