________________
ભૂતકાળના પણ બધા પાપો ધોવાઇ ગયેલા. ફરીથી આવી રીતે તમામ પાપોથી મુક્ત ન બની જાવ માટે તમને જગાડવા આવ્યો છું. પશ્ચાત્તાપની કેવી તાકાત ? કપડા પર કાદવ ઊછળે અને લોન્ડ્રીમાં કપડુ ધોવામાં આપીએ તો જેમ કાદવનો ડાઘ નીકળે, તેમ બાકીનો મેલ પણ નીકળી જાય અને કપડું શુદ્ઘ થાય..તેમ વિશુદ્ધ ભાવે આલોચના કરીએ તો બાકીના પણ ઘણા પાપો એની સાથે ધોવાઇ જાય છે. આવા શુદ્ધિના-આલોચનાના દસ પ્રકાર શાસ્ત્રમાં વર્ણવ્યા છે. आलोयण-पडिक्कमणे मीस - विवेगे तहा विउस्सग्गे ।
તવ-ય
-મૂલ-અાવકયા ય પાાંવિણ વેવ
પાપોના અસંખ્ય પ્રકા૨ છે. તમારૂં પાપ કેવું છે ? તમે કેવા ભાવથી પાપ કરેલું વગેરે ધ્યાનમાં રાખી ગીતાર્થગુરુ ઉપરોક્ત ૧૦ પ્રકારમાંથી કોઇ પણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત આપે છે. જેમાંના આઠ પ્રાયશ્ચિત્ત હાલ વિદ્યમાન છે, છેલ્લા બે પ્રાયશ્ચિત્તનો ૧૪ પૂર્વના વિચ્છેદ સાથે વિચ્છેદ થયો છે. પોતાના દોષો પ્રત્યેના પશ્ચાત્તાપના આંસુ અને ઉત્તમ વ્યક્તિના ગુણોની અનુમોદનાના હર્ષાશ્રુથી જેની આંખો હરહંમેશ ભરેલી હોય છે, તેજ સાચી રીતનું પ્રાયશ્ચિત્ત વહન કરી શુદ્ધ બની શકે છે. આ અંગે ઉંડાણથી જ્ઞાન કોઇ ગીતાર્થ ગુરુની નિશ્રાએ જ મળી શકે. અત્રે સામાન્યતઃ જ તેનો ઉલ્લેખ કરાય છે... છેદ ગ્રંથોમાં આ અંગે ખૂબ વિસ્તૃત માહિતી મળે છે, સંવિગ્ન-ભવભીરૂ-ગીતાર્થ સાધુઓ જ યોગોદ્દહન બાદ આ ગ્રંથ વાંચી શકે છે.
૧) આલોચના પ્રાયશ્ચિત્ત - ગુરુ સમક્ષ પાપોની આલોચના કરવી, કબુલાત કરવી.
૨) પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત - થઇ ગયેલા પાપ / ભૂલો માટે રડતા હૈયે મિચ્છામિ દુક્કમ્ માંગવું.
૩) મિશ્ર પ્રાયશ્ચિત્ત - ગુરુ સમક્ષ કબૂલાત પણ કરવી અને મિચ્છામિ દુક્કડમ્ માંગવું.
૪) વિવેક પ્રાયશ્ચિત્ત - જે ભુલ થઇ હોય તેને સુધારવા તે પાપનો ત્યાગ કરવો.
-
૫) વ્યુત્સર્ગ પ્રાયશ્ચિત્ત – રાતના સમયે ખરાબ સ્વપ્ન આવ્યા હોય તો તેની શુદ્ધિ માટે જેમ કાઉસગ્ગ કરાય છે, તેમ આમાં પણ પાપોની શુદ્ધિ માટે અલગ અલગ પ્રકારના કાઉસગ્ગ કરાય છે.
૮૨
2.