________________
હાથી ૮મા દેવલોકમાં અને હાથણી રજા દેવલોકમાં દેવ-દેવી થયા. કુફ્ફટસર્પ પાંચમી નરકમાં ઉત્પન્ન થયો. આ ત્રીજો ભવ.
ચોથા ભવેઃ પૂર્વ મહાવિદેહ-સુકચ્છ વિજય-તિલકા નગરી-વિધુત્વેગ રાજા અને કનકતિલકા રાણી. તેમને ત્યાં હાથીનો જીવ કિરણવેગ થયો. પિતાએ યુવાન દિકરાને રાજ્ય ભળાવી દીક્ષા લીધી. અવસરે કિરણવેગ રાજાએ પણ પુત્ર કિરણતેજને રાજ્ય ભળાવી દીક્ષા દીધી.
મુનિ કિરણવેગ વૈતાઢ્ય પર્વત પાસે હેમગિરિ પરની કોઇ ગુફામાં ધ્યાન દશામાં જ્યારે હતાં, ત્યારે ત્યાં કોઇ જાડો સાપ આવ્યો. આ સાપ કમઠનો જીવ હતો. મુનિને જોતાં જ તેને વૈરના સંસ્કાર જાગ્રત થયા. તેણે આખા શરીરે ભરડો લીધો. પછી તીવ્રતાથી દશ દીધો. આખરે સમાધિથી મૃત્યુ પામી મુનિ બારમાં દેવલોકમાં ઉત્પન્ન થયા. અને સાપ મરીને પાંચમી નરકમાં ગયો. આ પાંચમો ભવ..
- છઠ્ઠા ભવે : જંબૂદીપ-પશ્ચિમ મહાવિદેહ-સુકચ્છ વિજયના અશ્વપુર નગરમાં વજવીર્ય રાજા-લખીવતી રાણીના પુત્ર વજનાભ તરીકે પ્રભુ અવતર્યા. અવસરે રાજા વજનાબે પુત્ર ચક્રાયુધને રાજ ભળાવી, ક્ષેમંકર મુનિ પાસે દીક્ષા લીધી. કમઠનો જીવ ભમતો ભમતો જ્વલનગિરિ પર ભયાનક કુરંગભીલ તરીકે ઉત્પન્ન થયો.
વિહાર કરતાં મુનિને જ્વલનગિરિ પર જોતાં જ ભીલને દ્વેષ પ્રગટ્યો. એણે બાણ ચડાવ્યું, છોડ્યું, મુનિ કાળ કરીને મધ્ય રૈવેયકમાં દેવ તરીકે ઉત્પન્ન થયાં. ભીલ પોતાનાં પાપ પર ખુશી વ્યક્ત કરી ઘોર કર્મ બાંધી ૭મી નરકમાં ઉત્પન્ન થયો. આ સાતમો ભવ.
૮મો ભવઃ જંબુદ્વીપ-પૂર્વવિદેહ-પુરાણપુર નગરમાં કુલીશબાહુ રાજા અને સુદર્શના રાણીને ત્યાં ચૌદ સ્વપ્નથી સૂચિત ચક્રવર્તી તરીકે સ્વર્ણબાહુ નામે ભગવાન અવતર્યા. ઋષિના આશ્રમમાં રહેનારી રાજકુમારી પવા સાથે એમનો વિવાહ થયો. પિતાએ રાજ્ય સોંપી દીક્ષા લીધી. ચક્રરત્ન ઉત્પન્ન થયું, છએ ખંડ પર વિજય લહેરાવ્યો. અંતે જગન્નાથ નામના તીર્થંકર પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. શુદ્ધ સંયમ, ઘોર તપની સાથે વશમાંના અમુક સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ બાંધ્યું.
| કુરંગ નામનો ભીલ મરીને અનેક ભવો ફરી, એક જંગલમાં સિંહ થયો હતો. અન્યદા ચક્રવર્તી મુનિ ત્યાં વિચર્યા. ત્યારે દ્વેષથી ભાન ભૂલેલો સિંહ ત્રાટક્યો. મુનિએ અનશન સ્વીકારી લીધું અને મૃત્યુ પામીને દશમા
પરમનું પાવન સ્મરણ
૭૪
*