________________
દેવલોકમાં મહાપ્રભ વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. સિંહનો જીવ મરીને ૪થી નરકમાં ગયો, ત્યાંથી અનેક દુર્ગતિઓમાં રખડી રહ્યો. આ ૯મો ભવ... દશમા અને અંતિમ ભવે જન્મ ઃ જંબૂદ્દીપ-ભરતક્ષેત્ર-વાણારસી નગરીમાં અશ્વસેન રાજા અને વામાદેવી રાણીને ત્યાં, ચૈત્ર વદ-૪ (ફાગણ વદ-૪) વિશાખા નક્ષત્રમાં મધ્ય રાત્રિએ ભગવાનનું ચ્યવન થયું. માતાને ૧૪ સુપનાં આવ્યાં. અનુક્રમે ગર્ભકાળ વીત્યે છતે પોષ વદ-૧૦ (માગસર વદ-૧૦) વિશાખા નક્ષત્રમાં માતાએ સર્પ લાંછનથી લાંછિત નીલવર્ણવાળાં ભગવાનને જન્મ આપ્યો. ઇન્દ્રોએ જન્માભિષેક કર્યો. દિકુમારીઓએ સૂતિકર્મ કર્યું. પ્રાતઃકાળે રાજાએ નગરીને મહોત્સવમય કરી.
નામ સ્થાપના : ત્રણે કાળનાં સર્વ દ્રવ્યોના પર્યાયોને જોતા હોવાથી પ્રભુને ‘પાર્શ્વ’ કહ્યા છે. આ સામાન્ય કારણ. વિશેષ કારણ તો એ કે વદ પક્ષની કાળી રાત્રિએ માતાએ શય્યામાં સાપને પડખેથી પસાર થતો જોયો. આથી ભગવાનનું નામ ‘પાર્શ્વ’ રાખ્યું, કારણકે ‘પડખાં’ અર્થમાં સંસ્કૃત ભાષામાં પાર્શ્વ' શબ્દ છે.
વિવાહ : ભગવાન યોવનમાં પ્રવેશ્યાં, ત્યારે કુશસ્થલપુરનાં પ્રસેનજિત્ રાજાની કન્યા પ્રભાવતી સ્વયંવરા બનીને પ્રભુને વરવા ચાલી. આ સમાચાર કલિંગ વગેરે દેશોનાં નાયક રાજા ‘યવન’ ને મળ્યા. અને ‘પ્રભાવતીને આપો, નહીં તો યુદ્ધ કરો.’ આવી હઠ પકડીને નગરને ઘેરો ઘાલી તે રહ્યો. રાજાએ આ સમાચાર વાણા૨સી અશ્વસેન રાજાને મોકલાવ્યાં. તેઓ યુદ્ધ માટે તૈયાર થયાં, ત્યારે અત્યંત ઔચિત્યવાળા પ્રભુ પાર્શ્વ પિતાને અટકાવી એમની અનુજ્ઞા મેળવીને યુદ્ધ માટે અગ્રસર થયાં. ઇન્દ્રે પોતાનો રથ અને માલિ સારથી મોકલાવ્યા. ભગવાન તેના પર આરૂઢ બની કુશસ્થલપુર ચાલ્યાં.
યુદ્ધ પૂર્વે છાવણી નાંખીને પ્રભુએ સામનીતિનો પ્રયોગ અજમાવવા એક દૂતને મોકલાવ્યો. દૂતે પ્રભુની શક્તિનો પરિચય આપ્યો. યવનરાજાના વૃદ્ધ મંત્રીએ રાજાને સમજાવ્યો. અને રાજા પ્રભુનો શરણાગત બન્યો. આમ, વગર યુદ્ધે રાજા જીતાયો.
હવે પ્રસેનજિત રાજાએ પોતાની દીકરી પ્રભુને આપવા માંડી. પ્રભુ કહે કે ‘પિતાની આજ્ઞાથી માત્ર તમારી રક્ષા માટે જ અહીં આવેલા. હવે અમે પાછા જઇશું.’ ત્યારે પ્રસેનજિત્ પણ ભેગાં ગયાં. અને અશ્વસેન રાજાએ કુંવરને સમજાવ્યાં. અને પ્રભાવતી રાણીની સાથે વિવાહ થયા.
એકદા મહેલના ઝરૂખે ભગવાન રાણી સંગે ઊભાં હતાં, ત્યાં અનેક
જૈન તીર્થંકર ચરિત્ર
૭૫