________________
ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ સ્વામી ભગવાન
પૂર્વભવો ઃ ભગવાનનાં કુલ દસ ભવો હતા. ૯ પૂર્વ ભવોમાંથી પ્રથમભવેઃ જંબૂઢીપ-ભરતક્ષેત્રમાં પોતનપુર નગરમાં અરવિંદ નામે રાજા છે. તેમાં પુરોહિત પરમ શ્રાવક વિશ્વભૂતિ નામે બ્રાહ્મણ હતો. તેને અનુદ્ધરા નામની પત્નીથી બે પુત્રો-કમઠ અને મરુભૂતિ થયાં. કમઠની પત્ની વરુણા છે. મરૂભૂતિની વસુંધરા છે. પિતા વિશ્વભૂતિ દીક્ષા લઇ આરાધના કરી ૧લા દેવલોકમાં દેવ થયાં. માતા પણ નવકારમંત્ર-સ્મરણપૂર્વક મૃત્યુ પામી. કમઠના માથે ઘરનો ભાર આવ્યો. મરૂભૂતિ શ્રાવકપણાની આરાધનામાં લીન થયો. તે લગભગ પૌષધશાળામાં જ રહેતો હતો. આથી કમઠને કહેનાર કોઇ ન રહ્યું. અને એણે ભાઇની પત્ની વસુંધરા સાથે આડો સંબંધ બાંધ્યો. વસુંધરા ભોળવાઇ ગઇ. વરૂણાએ મરુભૂતિને વાત કરી. મરૂભૂતિએ પરીક્ષા કરી, ખાત્રી થતાં રાજાને ફરિયાદ કરી. રાજા પાસે કમઠનાં બીજા પણ કરતૂતોના સમાચાર હતા. તેમણે ગધેડા પર બેસાડી દેશ-નિકાલ કર્યો. કમઠ તાપસ બન્યો.
તાપસ કમઠ ઉગ્રતપ કરવા માંડ્યો. મરૂભૂતિને પસ્તાવો થયો. મોટા ભાઇની ક્ષમા માંગવા સારા ભાવથી તે તાપસના ચરણોમાં ઝૂક્યો, તો તીવ્ર ક્રોધથી ભરાયેલા કમઠે બાજુથી પથ્થરની શિલા ઊંચકી એના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિને થયું “હું ક્ષમા માંગું છું અને આ આવો બદલો વાળે છે ?' આવી શારીરિક પીડાથી આર્તધ્યાન થતા, અસમાધિથી મૃત્યુ પામીને વિંધ્ય પર્વત પર હાથણીઓના ટોળાનો માલિક હાથી થયો. કમઠપત્ની વરુણા તેજ હાથીની પ્રિય હાથણી બની. આ બીજો ભવ.
બીજા ભવે : મરુભૂતિના મૃત્યુના સમાચારથી રાજા અરવિંદે દીક્ષા લીધી. તેઓ વિહાર કરતાં વિંધ્યાચલ પધાર્યા. ત્યાં કાયોત્સર્ગ કરતાં તેમની ઉપર હાથી ગુસ્સાથી ધસી આવ્યો. પણ જ્યાં એમના આભામંડલમાં આવ્યો. કે ઉપશાંત થઈ ગયો. અવધિજ્ઞાની મહાત્માએ એને પૂર્વભવ જણાવ્યો. એને જાતિસ્મરણ થયું. હાથણી અને હાથી સૂકાં પાંદડાં-ફળો-ઘાસ ખાવા લાગ્યા. તેથી તેમનું શરીર સૂકાવા લાગ્યું.
એક દિવસ તે હાથી કીચડમાં ફસાયો. આ બાજુ કમઠના ગેરવર્તનથી તેને તાપસીએ આશ્રમ બહાર કર્યો હતો. તે મરીને કુકડાના મોંવાળો ઉડતો સાપ થયો હતો. તેણે આવીને ફસાયેલા હાથીને ડંખ દીધો. સમાધિથી મરીને
- ૭૩
*
જૈન તીર્થંકર ચરિત્ર