________________
અત્યારે તેઓ ૩જી નારકમાં છે. અને ત્યાંથી આવતી ચોવીસીમાં ઉત્સર્પિણીમાં ‘અમમ સ્વામી’ નામે ૧૨મા તીર્થંક૨ થશે. તથા બલરામજી અત્યારે પાંચમા દેવલોકમાં છે. જે પછીથી એમના જ શાસનમાં મુક્ત થશે.
દ્વારિકાદાહ પ્રભુના શાસનકાળમાં : અંતિમ-૧૨ મો બ્રહ્મદત્ત નામનાં ચક્રવર્તી થયા.
પ્રભુ નેમિનાથના વચનથી દ્વારિકાનો નાશ દારૂના કારણે દ્વૈપાયનના હાથે થશે તથા શ્રી કૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે થશે જાણી સમગ્ર દ્વારિકામાં દારૂ પર પ્રતિબંધ મૂક્યો તથા બન્ને જણાએ સ્વયંભૂ દેશનિકાલ સ્વીકાર્યો...છતાં એકવાર કૃષ્ણપુત્ર શાંબની ટાળકીને રખડતાં રખડતાં પર્વતની ગુફામાં ફેંકાવી દીધેલ દારૂ ૧૨ વર્ષે મળતા આકંઠ પીધો અને સામે મળેલ તાપસ દ્વૈપાયનને પુષ્કળ માર મારતા દ્વૈપાયન મરીને વ્યંતર થયો. જેણે દ્વારિકા નગરી આખી ક્રોડો મનુષ્યો- ભવનો સમેત બાળી મૂકી. કૃષ્ણ અને બલરામ બે જ જણા જીવતાં બચ્યાં. તેઓ જંગલમાં ગયા. કૃષ્ણને મૂકી બલરામ પાણી લેવા ગયા. જરા-કુમારના હાથે અજાણતા કૃષ્ણ મરાયાં. બલરામ છ મહિના વાસુદેવના શબને લઇને ફર્યા. આખરે દીક્ષા લઇ કાળ પામી પાંચમા દેવલોકમાં ગયા.
જરાકુમાર કૃષ્ણની જ સુચનાથી કૌસ્તુભમણિને લઇ પાંડવો પાસે આવ્યો તો કૃષ્ણનું મૃત્યુ સાંભળી પાંડવોએ જરાકુમારને રાજ્ય સોંપી દીક્ષા લીધી.
નિર્વાણ ઃ ભગવાન નેમનાથ આર્ય-અનાર્ય ભૂમિમાં વિહરી, અંતે રૈવતગિરિ (ગિરનાર) પધાર્યા. જ્યાં ૫૩૬ મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી અષાઢ સુદ-૮ ચિત્રા નક્ષત્રમાં સાયંકાલે નિર્વાણ પામ્યા.
પાંડવો વિહાર કરતાં કરતાં હસ્તીકલ્પ નગરે આવ્યાં. ત્યાં કહે છેઃ ‘હવે અહીંથી રેવતાચલ ફક્ત ૧૨ યોજન દૂર છે. ત્યાં કાલે ભગવાનના દર્શન કરી પારણું કરશું'' એટલામાં તો ભગવાનના મોક્ષના સમાચાર મળ્યા. તેથી શોકગ્રસ્ત બની સિદ્ધાચલગિરિ પર પાંડવો આવ્યા. ત્યાં અનશન સ્વીકારી મોક્ષમાં ગયા. સાધ્વી દ્રૌપદી પાંચમા દેવલોકમાં ગયા.
વિશેષતા : આજે પણ સંપૂર્ણ યાદવ-સમુદાય પોતાના આદ્યપુરૂષ તરીકે ૧ શ્રીનેમનાથ અને ૨ શ્રી કૃષ્ણ માને છે. આથી નેમનાથ પ્રભુ ઐતિહાસિક પાત્ર છે. તેમની ઘણી હકીકતો મળે છે.
પરમનું પાવન સ્મરણ
૭૨.