________________
વિમળબોધ મંત્રીનો જીવ રાજાનાં મંત્રી ગુણનિધિનો અતિપ્રભ નામે પુત્ર થયો. અંગદેશ ચંપાનગરીમાં જિતારિ રાજાની કીર્તિમતી રાણીને યશોમતી નામની પુત્રી તરીકે પ્રીતિમતીનો જીવ ઉપન્યો. શંખ-યશોમતીનો વિવાહ થયો. રાજા શ્રીષેણે શંખને રાજ્ય સોંપી ગુણધર ગુરૂની પાસે દીક્ષા લીધી, પછી કેવલજ્ઞાન મેળવ્યું. એકદા રાજા શંખે તેમને વંદના કરીને યશોમતી પર સ્નેહનું કારણ પૂછતાં ભગવાને કહ્યું: “ભવોની પરંપરાથી તારો તેની ઉપર પ્રગાઢ સ્નેહ છે. ત્રીજા ભવે તું ભગવાન નેમનાથ, યશોમતી રાજીમતી અને યશોધર, ગુણધર તથા મતિપ્રભ તમારા ગણધર બનશે.'
આવું સાંભળી પુંડરિક નામનાં પુત્રને રાજ્ય સોંપી બધાંની સાથે દીક્ષા લીધી. વીશસ્થાનકનાં અમુક સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ બાંધ્યું. અંતે સર્વેએ પાદપોપગમન અનશન સ્વીકારી અપરાજિત અનુત્તર વિમાનમાં વસવાટ કર્યો. આ ૮મો ભવ થયો.
જન્મ : આ ભરતક્ષેત્રમાં મથુરા નામે નગરી. ત્યાં હરિવંશનો આદ્ય રાજા “વસુ' થયો. તેના પુત્ર બૃહદ્ધજ પછી ઘણા રાજાઓને અંતે પરાક્રમી યદુ રાજા થયો. જેના અનુયાયીઓ યાદવો કહેવાયા. યદુપુત્ર શ્રી રાજાને શૌરિ અને સુવીર પુત્રો થયાં. સુવીર મથુરાનો રાજા થયો. શૌરિએ કુશાર્ત દેશમાં શીર્યપુર નગર વસાવ્યું. શરિને અંધકવૃષ્ણિ વગેરે અને સુવીરને ભોજવૃષ્ણિ વગેરે પુત્રો થયાં. ભોજવૃષ્ણિને ઉગ્રસેન રાજા થયાં. અંધકવૃષ્ણિને સમુદ્રવિજય, અક્ષોભ્ય, તિમિત, સાગર, હિમવાનું, અચળ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, વસુદેવ-૧૦ પુત્રો થયાં. જે “દસાઈ' નામે પ્રચલિત થયાં. તેમને કુંતી અને માદ્રી પુત્રી પણ ૧૦ પુત્રો ઉપર થઇ.
શૌર્યપુરમાં સમુદ્રવિજયની પત્ની શિવાદેવીએ ૧૪ સુપનાં જોયાં ત્યારે કાર્તક વદ-૧૨ (આસો વદ-૧૨) ચિત્રા નક્ષત્રમાં શંખરાજાનો જીવ માતાની કુક્ષિમાં અવતર્યો. માતાને અન્ય પણ રથનેમિ, સત્યનેમિ તથા દ્રઢનેમિ વગેરે પુત્રો જન્મ્યાં. વસુદેવને દેવકીથી શ્રી કૃષ્ણ વાસુદેવ નામે પુત્ર તથા રોહિણીથી બલરામ નામે બલદેવ પુત્ર હતાં. અનુક્રમે શ્રાવણ સુદ-૫, ચિત્રા નક્ષત્રમાં કૃષ્ણવર્ણવાળા અને શંખનાં લંછનવાળા પુત્રને માતાએ જન્મ આપ્યો. જન્મ મહોત્સવ ઉજવાયો.
જેને તીર્થંકર ચરિત્ર