________________
નામ સ્થાપન : ભગવાન ગર્ભમાં હતાં. ત્યારે માતાએ એક શિષ્ટ રત્ન-મય ચક્રની ધારા-નેમિને ઉપર ચડતી જોઇ હતી. તેમાં રિષ્ટ રત્ન અશુભ હોવાથી અપશકુનને ટાળવાં, આગળ “અ” શબ્દ લગાડવામાં આવ્યો. તેથી પ્રભુનું નામ “અરિષ્ટનેમિ' પાડ્યું.
બાલ્યકાળ-સંક્રાંતિ કાળ : યાદવો પર સંકટ હતું. મથુરાપતિ કંસનો શ્રીકૃષ્ણ વધ કર્યો. શ્રીકૃષ્ણ વાસુદેવ હતાં, તેમના પર પ્રતિવાસુદેવ જરાસંઘ કોપ્યાં. તેથી આખા યાદવકુળે શૌર્યપુરમાંથી હિજરત કરી. સમુદ્રના કિનારે આવવું પડ્યું. ત્યાં દ્વારિકાનગરીની રચના થઇ.
બે યુદ્ધ ઃ કુરૂક્ષેત્રમાં પાંડવો-કૌરવોનું અઢાર દિવસનું ભયાનક યુદ્ધ ખેલાયું. અને ત્યાર પછી એથી ય વધુ ભયંકર જરાસંઘ-કૃષ્ણ/બલરામ વચ્ચેનું ઘોર યુદ્ધ સેનાપલ્લી નામના ગામની પાસે ખેલાયું. જેમાં અરિષ્ટનેમિ પણ કર્તવ્યની રૂએ હાજર હતા. તેઓએ પોતાના સ્નાન સમયે દેવતાએ પોતાની ભુજા પર બાંધેલી “અસ્ત્રવારણી' નામની ઔષધિ વાસુદેવના હાથે બાંધી હતી અને જ્યારે જરાસંઘે જરાવિદ્યાનો પ્રયોગ કર્યો, ત્યારે પ્રભુએ કૃષ્ણને અટ્ટમ કરીને શ્રી શંખેશ્વર પ્રભુની પ્રતિમા માંગવાને પાવતી દેવીને પ્રકટ કરવાનો ઉપાય સૂચવ્યો, અને ૩ દિવસ એકલે હાથે કૃષ્ણના સૈન્યનું રક્ષણ કર્યું. તે વખતે કૃષ્ણ / બલરામ અને અરિહંત અરિષ્ટનેમિ વિના બધાય મૂર્શિત થઇ ગયા હતા. ત્રીજે દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુના સ્નાત્રજળના છંટકાવથી સૈન્ય જરામુક્ત થયું. જરાસંઘ મરાયો. કૃષ્ણનો વાસુદેવપદે અભિષેક થયો.
અનુપમ બળ પ્રભુ એકદા લીલાથી ફરતાં ફરતાં કૃષ્ણના શસ્ત્રાગારમાં ગયા. ત્યાં જે શસ્ત્રોને કોઇ હલાવી પણ ન શકે, તે બધાને પ્રભુએ વાપરીને પ્રયોજ્યા. છેલ્લે પાંચજન્ય શંખને ફૂંક્યો, ત્યારે કૃષ્ણ કંપી ગયા. આવીને જુએ છે તો અરિષ્ટનેમિને જોયા. એમને ડર લાગ્યો, કે આ મારું રાજ્ય પડાવી લે એવો બળીયો છે. એમણે કહ્યું: “મારો હાથ લાંબો કરું. તમે ઝુકાવી દેજો. તમારો હાથ લાંબો કરો, તો હું ઝુકાવી દઇશ. જોઇએ કોનામાં કેટલું બળ છે ?”
ત્યારે કૃષ્ણના હાથને તો ભગવાને આરામથી જ ઝુકાવી દીધો. પણ ભગવાનના હાથ પર કૃષ્ણ-જેમ ડાળ પર વાંદરો લટકે-તેમ લટકી પડ્યા. પણ એ હાથ નમ્યો નહીં. આથી કૃષ્ણનું નામ “હરિ' (વાંદરો) પડી ગયું. ત્યારે તો શ્રીકૃષ્ણને બરાબરનો ભય પેઠો. તરત જ આકાશવાણી થઇઃ “આ તો ૨૨મા તીર્થકર છે. રાજ્ય-વિવાહ વિના જ દીક્ષા લેવાના છે.” પરમનું પાવન સ્મરણ - ૭૦ 53