________________
નામે ચિત્રગતિના લઘુબંધુ થયાં. તે બધાની સાથે ચિત્રગતિ નંદીશ્વરાદિ તીર્થોમાં અષ્ટાનિકા મહોત્સવ ઉજવવા લાગ્યા.
અવસરે જ્યારે સૂચક્રવર્તીએ રાજ્ય છોડ્યું, ત્યારે ચિત્રગતિ વિદ્યાધર પણ ચક્રવર્તી બની ગયા. તેમનો કોઇ મણિચૂલ નામનો સામંતરાજા મૃત્યુ પામ્યો. ત્યારે તેનાં બે પુત્રો શશિ અને શૂર રાજ્ય માટે ઝઘડવા લાગ્યા. ચિત્રગતિએ આવીને તેમને રાજ્ય વહેંચી આપ્યું, તથા સમજાવ્યા પરંતુ જેવો તે ગયો કે બન્ને પાછા ઝઘડ્યા અને યુદ્ધ કરીને મોત પામ્યા. આથી ચિત્રગતિને વૈરાગ્ય થયો. બે ભાઇઓ અને રત્નવતીની સાથે દમધર મુનિની પાસે દીક્ષા લીધી. અને અનશન કરી ૪થા માહેન્દ્ર દેવલોકમાં દેવ થયા. પ્રભુનો આ ચોથો ભવ થયો.
પાંચમા ભવે : પૂર્વ વિદેહમાં પદ્મવિજયમાં સિંહપુર નગરના રાજા હરિહંદીની રાણી પ્રિયદર્શનાની કુખમાં અપરાજિત તરીકે ચિત્રગતિનો જીવ અવતર્યો. તેને મંત્રીપુત્ર વિમલબોધ સાથે પરમમૈત્રી બંધાઇ. જનાનંદપુરનાં રાજા જિતશત્રુની રાણી ધારિણીની કુક્ષિમાં રત્નવતીનો જીવ પ્રીતિમતી તરીકે અવતર્યો. સ્વયંવર મંડપમાં તે અપરાજિતને વી. મનોગતિ અને ચપલગતિનો જીવ પણ સોમ અને સૂર નામથી અપરાજિતના લઘુબંધુ થયાં.
એકદા મંત્રીપુત્રની સાથે કેવલી ભગવંતને વંદના કરી અપરાજિતે પૂછ્યું: ‘પ્રભો ! હું ભવ્ય છું કે અભવ્ય ?’’ કેવલી કહે-‘ભદ્ર ! તું બાવીશમો તીર્થંક૨ થવાનો છે. અને તારો મિત્ર તારો મુખ્ય ગણધર થશે.’’
એકવાર તે ઉદ્યાનમાં ગયો હતો, ત્યારે અનંગદેવ નામે એક સાર્થવાહ પુત્રને ક્રીડા કરતો જોયો. બીજે દિવસે ત્યાં ગયા તો સમાચાર મળ્યાં કે સાર્થવાહ પુત્ર ‘અનંગદેવ’ (કોલેરા) વિષૅચિકા વ્યાધિથી મૃત્યુ પામ્યો. આ જગતની અનિત્યતાથી રાજાને વૈરાગ્ય થયો. રાજા-રાણી-મંત્રી-બે ભાઇઓ બધાએ દીક્ષા લીધી અને ૧૧મા આરણ નામે દેવલોકમાં બધા ઇન્દ્રનાં સામાનિક દેવ થયા. આ છઠ્ઠો ભવ.
સાતમા ભવે : જંબુદ્રીપ-ભરતક્ષેત્ર-કુરુદેશ અને હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજા શ્રીમતી રાણીને ત્યાં પૂર્ણચંદ્રનાં સ્વપ્નથી સૂચિત શંખ નામે પુત્ર થયો. સૂર અને સોમનાં જીવ તેનાં નાના ભાઇ યશોધર અને ગુણધર થયા.
પરમનું પાવન સ્મરણ