________________
પાછલા પહોરે ૧૦૦૦ રાજાઓની સાથે છઠ્ઠ તપવાળાં પ્રભુએ દીક્ષા સ્વીકાર
કર્યો.
બીજે દિવસે રાજગૃહ નગરમાં બ્રહ્મદર રાજાને ઘેર ખીર-પરમાત્ર વડે પ્રભુએ પારણું કર્યું.
કેવલજ્ઞાનઃ ૧૧ માસ સુધી પ્રભુ નિરંતર વિહાર કરતા જ રહ્યા. પછી, પાછા નીલગુહા ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ચંપાનાં ઝાડ નીચે કાઉસગ્ગ ધ્યાને રહેલાં ભગવાનને ફાગણ વદ-૧૨ (મહાવદ ૧૨) શ્રવણ નક્ષત્રમાં કેવલજ્ઞાનની ઉપલબ્ધિ થઇ. સમવસરણ થયું. તીર્થસ્થાપન થયું. વરૂણ યક્ષ અને નરદત્તા યક્ષિણી પ્રગટ થયા.
અશ્વાવબોધ તીર્થ એકદા પ્રભુ ભૃગુકચ્છ ભરૂચ-નગરે સમોસર્યા. તે નગરનો રાજા જિતશત્રુ જાતિવંત ઘોડા પર ચડી વાંદવા આવ્યો. પ્રભુની દેશના તે ઘોડાએ પણ કાન ઊંચા કરીને રોમાંચપૂર્વક સાંભળી. દેશનાને અંતે ગણધરે પૂછ્યું. “સ્વામી ! અહીં અત્યારે કોણ ધર્મને પામ્યું ?' પ્રભુ કહે, “આ સમવસરણમાં જિતશત્રુ રાજાના અશ્વ સિવાય કોઇ ધર્મને પામ્યું નથી.” પછી પ્રભુએ જિતશત્રુ રાજાના પૂછવા પર અશ્વની કથા કહી, જે સાંભળી રાજાએ અશ્વને ખમાવીને છૂટો મૂક્યો. ત્યારથી તે જગાએ “અશ્વાવબોધ તીર્થ” સ્થપાયું.
વર્તમાન સૌધર્મેન્દ્ર: વર્તમાનમાં જે પ્રથમ દેવલોકનાં ઇન્દ્ર છે, તેઓ શ્રી મુનિસુવ્રત પ્રભુના શાસનમાં કાર્તિક નામનાં શેઠ હતા. શ્રાવકપણાની ઉત્કૃષ્ટ આરાધના કરી અંતે દીક્ષા લઇ ત્યાંથી કાળ કરીને ઇન્દ્ર થયા છે.
નિર્વાણ : કેવલજ્ઞાન થયા પછી ૧૧ માસ ન્યૂન સાડા સાત હજાર વર્ષો વીત્યે છતે ભગવાન સમેતશિખર પધાર્યા. ત્યાં ૧૦૦૦ મુનિઓની સાથે ૧ માસનું અનશન સ્વીકારી, જેઠ વદ-૯ (વૈશાખ વદ-૯) શ્રવણ નક્ષત્રમાં પ્રભુ અજર-અમર અને અવ્યય એવાં નિર્વાણ પદને પામ્યાં.
આજ પ્રભુનાં શાસનકાળમાં ૯મા મહાપરા ચક્રવર્તી થયાં. તથા આઠમા બળદેવ રામ, વાસુદેવ લક્ષ્મણ, પ્રતિવાસુદેવ રાવણ પણ થયાં. આમ જૈનમતે રામાયણ ૫ લાખથી વધુ વર્ષ પ્રાચીન છે.
પરમનું પાવન સ્મરણ
૬૪
*