________________
વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન
પૂર્વભવ : ધાતકીખંડ-ભરત નામે. ક્ષેત્ર અને ચંપા નામની નગરીમાં સુરશ્રેષ્ઠ રાજા છે. તેને નંદન મુનિની દેશના સાંભળી ભવવિરાગ થયો. તેણે દીક્ષા લીધી. અહંત-ભક્તિ આદિ સ્થાનકોની આરાધનાથી તીર્થંકર નામકર્મ ઉપાર્યું. ત્યાંથી કાળ કરી ૧૦મા પ્રાણત દેવલોકમાં ઉત્પન્ન થયાં. અને ત્યાંથી....
જન્મઃ જંબૂદીપ-ભરતક્ષેત્ર-રાજગૃહનગરી-સુમિત્ર રાજા અને પ્રભાવતી રાણી. (મતાંતરે પદ્માવતી રાણી). રાણીની કુક્ષિમાં શ્રાવણ માસની પૂનમે શ્રવણ નક્ષત્રમાં પ્રભુનું ચ્યવન થયું.
ગર્ભકાળ વીતતા, જેઠ વદ-૮ (વૈશાખ વદ-૮)નાં મધ્યરાત્રે શ્રવણ નક્ષત્રમાં કૂર્મ-કાચબાનાં લંછનવાળા કૃષ્ણ વર્ણવાળા પ્રભુને જન્મ આપ્યો. પ૬ દિક્કુમારીએ અને ૬૪ ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ મનાવ્યો. રાજાએ પુત્ર જન્મોત્સવ ઉજવ્યો.
નામસ્થાપન : જગતની ત્રણ કાળની અવસ્થાને જાણે તે મુનિ અને સુંદર વ્રતોવાળા હોવાથી સુવ્રત. આમ, ભગવાનને મુનિસુવ્રત કહ્યા. આ સામાન્ય કારણ. વિશેષથી તો ભગવાન જ્યારે માના ગર્ભમાં હતા, ત્યારે માતા મુનિ ભગવંત જેવા વિશેષ પ્રકારનાં વ્રત-અભિગ્રહોમાં સતત રમમાણ રહેતા હતા તેથી “મુનિસુવ્રત” નામ પડ્યું.
વિવાહ અને રાજ્ય : પિતાજીએ પ્રભાવતી વગેરે કન્યાઓ સાથે લગ્ન કરાવ્યાં. દેવી પ્રભાવતી થકી પ્રભુને “સુવત’ નામે કુમાર જન્મ્યો. પ્રભુ સાડાસાત હજાર વર્ષનાં થયાં ત્યારે પિતાએ સોંપેલાં રાજ્યભારનો નિર્વાહ કર્યો. ૧૫,૦૦૦ વર્ષ સુધી નિરન્તરાય નિરન્તર રીતે રાજ્યનિર્વાહ કર્યો. પછી પ્રભુએ અવસર જાણ્યો.
દીક્ષા : “પ્રભુ ધર્મતીર્થ પ્રવર્તાવો.' આ રીતે લોકાંતિકોએ આવીને પ્રાર્થના કરતાં પ્રભુએ વરસીદાન દીધું. અંતે ઇન્દ્રો આવ્યા. દીક્ષાભિષેક થયો. ૧૦૦૦ પુરૂષો જેને ઉંચકી શકે એવી “અપરાજિતા' નામની શિબિકામાં બેસીને હવે પ્રભુ નીલગુહા નામનાં ઉદ્યાનમાં પધાર્યા. ફાગણ સુદ-૧૨ શ્રવણ નક્ષત્રમાં
- ૬૩ -
જેન તીર્થકર ચરિત્ર