________________
સત્તરમા તીર્થકર શ્રી કુંથુનાથ ભગવાન
પૂર્વભવ જંબૂઢીપ-પૂર્વવિદેહ ક્ષેત્ર-આવર્ત વિજય પગ નગરીમાં સિંહાવહ નામે રાજા છે. તે ધર્મનો આધાર, પાપનો કુઠાર, ન્યાયનો કુલગુરૂ અને સબુદ્ધિનો ભર્તાર છે. એ ક્યારેય પોતાની શક્તિ-સત્તા-સંપત્તિનો દુર્થય નથી કરતો. પ્રજાનું ભલું કરતાં અંતે સંવરાચાર્ય ગુરૂની પાસે દીક્ષા લઇ, તીર્થકર નામકર્મ બાંધી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવ થાય છે.
જન્મઃ ૩૩ સાગરોપમનું આયુષ્ય સમાપ્ત કરી, જંબૂઢીપ-હસ્તિનાપુર નગરમાં શૂર નામે રાજાની શ્રી નામની રાણીની કૂખે તેમનું ચ્યવન થાય છે. ત્યારે માતા (બે વાર) શુભ-મંગલસૂચક ૧૪ સુપના નિહાળે છે. તે સમય હતો શ્રાવણ વદ-૯ (અષાઢ વદ-૯) નક્ષત્ર કૃત્તિકા....
પૂર્ણ માસ વૈશાખ વદ-૧૪ (ચૈત્ર વદ-૧૪)ના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં શુભ-પ્રશસ્ત યોગોમાં છાગ (બકરો)નાં ચિનથી અંકિત સુવર્ણવર્ણી સર્વલક્ષણયુક્ત પુત્રને જન્મ આપે છે. દિશાઓ પ્રસન્ન બને છે. ૫૬ દિકકુમારિકાઓ સૂતિકર્મ, ૬૪ ઇન્દ્રો સ્નાત્ર મહોત્સવ અને રાજા જન્મોત્સવ મનાવે છે.
નામ સ્થાપનઃ કુંથુeતૂપ, ભગવાનનાં માતાએ પ્રભુ ગર્ભમાં હતાં. ત્યારે રત્નમય મહાન સૂપ સપનામાં જોયો હતો. તેથી તેમનું નામ “કુંથું” રાખવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવનવયમાં પિતાની આજ્ઞાથી અનેક રાજ કન્યાઓ સાથે વિવાહ થયાં. ૨૩,૭૫૦ વર્ષ વીત્યા પછી પિતાની આજ્ઞાથી રાજ્ય સ્વીકારી માંડલિક રાજા બન્યાં. વળી, ૨૩,૭૫૦ વર્ષ પછી ચક્રરત્ન ઉત્પન્ન થયું અને છસો વર્ષમાં વગર યુદ્ધે પ્રભુએ પખંડ ભરતક્ષેત્ર સાધ્યું. ચક્રવર્તીપણાનો અભિષેક થયો અને ૨૩,૧૫૦ વર્ષ પછી ભગવાનને નિર્વેદ
થયો.
દીક્ષા : “ભગવાન ચક્રવર્તી થાવ'. એવી પ્રેરણા કરવા ન આવેલા ૯ લોકાંતિક દેવો. “ભગવાન દીક્ષા સ્વીકારો” એવી પ્રેરણા કરવા આવી ગયા. સંવત્સરી દાન પ્રવર્તે. દીક્ષાભિષેક ઉજવાયો. વિજયા શિબિકામાં બેસી પ્રભુ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. સંપૂર્ણ પખંડની ઋદ્ધિનો સાપની કાંચળી માફક ત્યાગ કરી વૈશાખ વદ-પ (ચૈત્ર વદ-૫) કૃત્તિકા નક્ષત્રમાં દિવસને પાછલે પરમનું પાવન સ્મરણ આ પ૬