SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનની અસ્ત્રશાળામાં સ્વયંભૂ રીતે ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેથી ભગવાન છ ખંડ સાધવા નીકળ્યાં. પરંતુ, જ્યાં ભગવાન જતા, ત્યાં ત્યાં પ્રભાવથી આકર્ષિત થયેલાં રાજાઓ સ્વયં જ નમી પડતાં. આથી લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના સહજતાથી પ્રકૃષ્ટ પુણ્યનાં યોગે ભગવાને છ ખંડનું સામ્રાજ્ય ૮૦૦ વર્ષનો દિગ્વિજય કરીને મેળવ્યું. પ્રભુ પાંચમા ચક્રવર્તી થયા. ચક્રવર્તીપણામાં જ્યારે ૮૦૦ વર્ષ ન્યૂન ૨૫ હજા૨ વર્ષ પસાર થયાં. ત્યારે . પ્રભુ દીક્ષા લેવા માટે ઉત્સુક બન્યાં. દીક્ષા : ત્યારે નવ લોકાંતિક દેવોનાં આસન કંપ્યાં. તેઓ આવીને પ્રભુને વિનવવા લાગ્યા. વાર્ષિકદાન આપી, ચક્રાયુધને રાજ્ય ભળાવી પ્રભુ સર્વાર્થ નામની દેવિબિકા ૫૨ આરૂઢ થઇને સહસ્રામ્રવણમાં પધાર્યા. જેઠ વદ-૧૪ (વૈશાખ વદ- ૧૪) ભરણી નક્ષત્રમાં છટ્ઠ તપનાં તપસ્વી પ્રભુએ ૧૦૦૦ રાજાઓ સાથે દિવસનાં પાછલા પહોરે દીક્ષા ગ્રહણ કરી. બીજે દિવસે મંદિરપુર નગરમાં સુમિત્ર રાજાને ત્યાં પરમાશથી પ્રભુએ પારણું કર્યું. કેવલજ્ઞાન ઃ પોણા વર્ષ સુધી લગાતાર છદ્મસ્થાવસ્થામાં સાધનારત પ્રભુ અંતે વળી પાછા સહસ્રામ્રવનમાં પધાર્યાં. છઠ્ઠ ક૨ીને નંદી વૃક્ષની નીચે પ્રતિમામાં રહેલા ભગવાનને પોષ સુદ-૯ ભરણી નક્ષત્રમાં કેવલજ્ઞાન સાંપડ્યું. સમવસરણ વિરચાયું. ચક્રાયુધ પ્રથમ ગણધર થયાં. ગરૂડ નામે યક્ષ અને નિર્વાણી નામે યક્ષિણી ઉત્પન્ન થયાં. : નિર્વાણ ઃ કેવલજ્ઞાનથી માંડી ૨૪,૯૯૯ વર્ષ સુધી લગાતાર વિચરીને અંત સમયે પ્રભુ સમેતશિખરે પધાર્યા. નવસો મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી જેઠ વદ-૧૩ (વૈશાખ વદ-૧૩) ભરણી નક્ષત્રમાં પ્રભુ નિર્વાણપદ પામ્યાં. વિશેષતા : પ્રભુએ સર્વ ઉચ્ચ પદવીઓ-ચક્રવર્તી, બલદેવ, ૧૨મા દેવલોકનાં ઇન્દ્ર, અનુત્તર દેવપણું અને તીર્થંકર...આ સઘળી ઉચ્ચ પદવી ભોગવી. પ્રભુ બે વખત ચક્રવર્તી થયા. આથી પ્રભુનું સૌભાગ્ય નામકર્મ કાંઇ અજોડ જ હતું. એમનાં નામમાં શાન્તિ-તુષ્ટિ-પુષ્ટિ સમાઇ હતી. માટે જ્યારે જ્યારે પૂજા-પૂજનો-અભિષેકો થાય છે, ત્યારે મંડપમાં શાંતિનાથ પ્રભુ બિરાજમાન કરવામાં આવે છે. જે સંઘમાં શાંતિનાથ પ્રભુની વિશેષ પૂજા-ભક્તિ થાય છે, તે સંઘનું સૌભાગ્ય વૃદ્ધિ પામે છે. પરમનું પાવન સ્મરણ ૫૫
SR No.023304
Book TitleParamnu Pavan Smaran
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy