________________
નથી,'' તે સમયે ઇશાનેન્દ્રની બે મુખ્ય રાણી સુરૂપા અને અતિરૂપા નીચે આવી. તેમણે રાજાની પરીક્ષા કરી. માદક વાતાવરણ વિકુર્તી કામદેવની સર્વ કલાઓ બતાવી, ગમે તેવા પર્વતને પણ ચળાવી દે, એવી મોહક અદાઓ સામે રાજા સ્થિર રહ્યાં. ત્યારે ઇન્દ્રાણીઓ ખમાવીને સ્વસ્થાને ગઇ.
અવસરે મેઘરથ રાજાએ દઢરથ યુવરાજ (પુત્ર)ની સાથે ઘનરથ તીર્થંક૨ પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૧ અંગને ભણ્યાં. તીર્થંકર નામકર્મ બાંધ્યું. સિંહનિષ્ક્રીડિત નામે તપ કર્યો. ૧ લાખ પૂર્વ સાધુ પર્યાય પાળી, અંતે અંબરતિલક નામનાં પર્વત પર અનશન સ્વીકાર્યું, અને દૃઢરથ મુનિની સાથે આયુષ્ય પૂર્ણ કરી. સર્વાર્થસિદ્ધમાં અનુત્તર દેવ તરીકે ૩૩ સાગરોપમ રહ્યા. આ અગિયારમો ભવ.
જન્મ : પછી પ્રભુ આ જ જંબુદ્વીપમાં હસ્તિનાપુર નગરના રાજા વિશ્વસેન-રાણી અચિરાદેવીની કુક્ષિમાં ભાદરવા વદ-૭ (શ્રાવણ વદ-૭) ભરણી નક્ષત્ર વખતે અવતરિત થયાં. માતાએ ૧૪ સુપનાં જોયાં. (અહીં શાંતિનાથકુંથુનાથ-અરનાથ પ્રભુ તીર્થંક૨ પણ હતા, અને સ્વયં જ ચક્રવર્તી પણ હતા. તેથી તેમની માતાને સૌ પ્રથમ ચક્રવર્તી ૠદ્ધિ સૂચવનારાં ૧૪ સુપનાં થોડાં ઝાંખાં દેખાયા. પછીથી તીર્થંકરત્વ સૂચવનારાં વધારે ચમકતાં ૧૪ સુપના દેખાયા...આમ, બે વખત ચોદ સુપના દેખાયાં-આ રીતનો પણ ઉલ્લેખ મલે છે.) નવ માસ સાડાસાત દિવસ પસાર થતાં જેઠ વદ-૧૩ (વૈશાખ વદ૧૩) ભરણી નક્ષત્રમાં માતાએ હરણનાં ચિહ્નવાળા સુવર્ણરંગી) પુત્રને જન્મ આપ્યો. દિશાઓ આનંદ-ઉદ્યોતથી ભરાઇ ગઇ. નારકીને પણ ક્ષણિક સુખ સંવેદન થયું. ૫૬ દિકુમારિકાઓએ અને ૬૪ ઇન્દ્રોએ પર્વ ઊજવ્યું. રાજાએ મહોત્સવ મનાવ્યો.
નામ સ્થાપના : શાંતિ એટલે પ્રશમ. ભગવાન સ્વયં પ્રશમ-સમાધિ
સ્વરૂપ હોવાથી ‘શાંતિ’ કહેવાયાં, આ સામાન્ય કારણ. વિશેષથી હસ્તિનાપુરમાં કોઇ ક્ષુદ્ર દેવતાનાં કોપથી મારી-મરકી ફેલાઇ ગયા હતા. તે ઘણા ઉપાયો ક૨વા છતાં શાંત ન થયા. પરંતુ ભગવાન ગર્ભમાં આવ્યાં અને શાંત થયા. માટે પ્રભુનું સાર્થક ‘શાંતિ’ એવું નામ પાડવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય ઃ યૌવનવયે પ્રભુનો અનેક કન્યાઓ સાથે વિવાહ થયો. તેમાં યશોમતી નામનાં પટરાણી હતાં. તેમના થકી ચક્રના સ્વપ્નથી સૂચિત દ્રઢરથનો જીવ ‘ચક્રાયુધ’ નામે ભગવાનનાં પુત્રપણે ઉત્પન્ન થયો. પ્રભુ પચીસ હજાર વર્ષ કુમારાવસ્થામાં (કુમારાવસ્થા-રાજ્યરહિત અવસ્થા) પછી પચીશ હજાર વર્ષ સુધી પિતાએ આપેલ રાજ્યની અવસ્થામાં રહ્યાં. ત્યારે
૫૪ ૧
જૈન તીર્થંકર ચરિત્ર