________________
છે. શરણાર્થીને છોડવો એ ક્ષત્રિય ઉચિત નથી. વળી, તારા જેવા બુદ્ધિમાને બીજાના પ્રાણનો નાશ કરીને પોતાના પ્રાણની રક્ષા કરવી ઉચિત નથી. માંસભક્ષણ અને પંચેન્દ્રિય વધ થકી જીવ નરકમાં જાય છે. આને મારવાથી તારું ભૂખનું દુઃખ ટળશે પણ નરકનું દુઃખ ઉભું થશે !'
બાજ કહે : “રાજા ! આ કબૂતર જેમ તમારાં શરણે, તો હું સુધાને નિવારવા કોને શરણે જાઉં ? તમે જ મારી સુધાપૂર્તિ કરીને મને શરણ આપો. ભૂખથી મારાં પ્રાણ જાય છે. અને ભૂખી માણસને ધર્મ-અધર્મનો વિચાર થતો નથી મને મારું ભક્ષ્ય આપો. એને બચાવીને તમે મને મારી નાંખશો. આ તે ક્યાંનો ન્યાય થયો ? મને તો માંસ જ ખાવા જોઇએ. એ જ મારું ભક્ષ્ય.”
ત્યારે રાજા કહે : “હે પક્ષી ! આ કબુતરની સામે તને મારું જ માંસ તોળીને આપું છું. તેનું તું ભક્ષણ કરજે.” આમ કહીને રાજાએ માંસ પોતાના પગની પીંડીમાંથી, જાંઘમાંથી છેદી-છેદીને ત્રાજવાનાં બીજા પલ્લાં પર મૂકવા માંડ્યું, પરંતુ કબૂતરવાળું પલ્લું ઊંચું થયું જ નહીં. આખરે રાજા સ્વયં જ ત્રાજવા પર આરૂઢ થયાં. અને પલ્લા સરખા થઈ ગયાં. ત્યારે આખી સભા હાહાકાર કરવા માંડી. ત્યારે અચાનક એક દેવ પ્રગટ થયો. તેણે કહ્યું: “ઇશાનેન્દ્ર આપની પ્રશંસા કરી. તે મારાથી સહન ન થતાં, આપની પરીક્ષા કરવા આવ્યો. ત્યારે પૂર્વનાં વૈરથી આ બન્ને પક્ષીઓને ઝઘડતાં જોયાં, અને હું તેમનામાં અધિષ્ઠિત થયો. મેં આપની પરીક્ષાનું દુસ્સાહસ કર્યું. તે માટે ક્ષમા “આમ કહી તે દેવ અંતર્ધાન થયો. મેઘરથ રાજાએ પણ સભાજનોના પ્રશ્નમાં પક્ષીઓનો પૂર્વભવનો વૃત્તાંત અવધિજ્ઞાનથી જાણીને પ્રકટ કર્યો. જેને સાંભળીને બન્ને પક્ષીઓને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેઓ મૂચ્છ પામ્યાં. રાજસેવકોએ વાયુજલ વડે મૂચ્છ દૂર કરી, ત્યારે તેઓ રાજાની સામે પોતાની ભાષામાં બોલ્યાં: તમે અમને બચાવ્યાં. હવે, ઉન્માર્ગથી બચાવી અમને સન્માર્ગ બતાવો.” ત્યારે મેઘરથ રાજાએ એમને અનશન સ્વીકાર કરાવડાવ્યો. બંને ભવનપતિ દેવ તરીકે ઉત્પન્ન થયા.
અન્યદા રાજા કાપો અને બાજનાં વૃત્તાંતને જ યાદ કરતા સંવેગને પામીને અઠ્ઠમતપ સ્વીકારી કાયોત્સર્ગમાં બેઠાં. ત્યારે ઇશાનેન્દ્ર અંતઃપુરમાં બેઠા બેઠા “નમો ભગવતે તુલ્ય” (હે ભગવાન્ ! આપને નમન થાઓ.) એમ બોલી નમન કર્યા. ત્યારે ઇન્દ્રાણીઓએ પૂછયું: તમે કોને નમન કર્યા. ઇન્દ્ર “ત્રણ ભુવનને વન્દ મેઘરથ રાજા છે. જે તીર્થંકર થવાના છે. એમને મેં અહીં બેઠાં બેઠાં નમન કર્યા. એમને ધ્યાનમાંથી ચલિત કરવા કોઇ સમર્થ પરમનું પાવન સ્મરણ ૫૩ *