________________
અનુક્રમે શ્રી વિજય-અનંતવીર્ય વાસુદેવનો જીવ પણ ૧૨મા દેવલોકમાં તે ઇન્દ્રનાં સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થઇ ગયો.
આઠમાં ભવમાં જંબુદ્રીપ-પૂર્વવિદેહ-મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામની નગરી હતી. ત્યાં ક્ષેમંકર રાજા અને રત્નમાળા રાણીને ત્યાં વજાયુધ તરીકે શ્રીષેણ રાજાનો જીવ જનમ્યો. એમના લક્ષ્મીવતી રાજપુત્રી સાથે લગ્ન થયાં, અને એણે સહસ્રાયુધ નામના પુત્રને જન્મ આપ્યો, જે શ્રી વિજયઅભિનંદિતા દેવીનો જીવ હતો.
એકવાર બીજા દેવલોકમાં દેવોની ચર્ચા ચાલી કે વજાયુધ જેવો દ્રઢ સમ્યક્ત્વધા૨ી કોઇ નથી, ત્યારે ચિત્રચૂલ નામનો એક દુર્મતિ મિથ્યાત્વી દેવ રાજસભામાં આવ્યો. એણે વજાયુધ સાથે વાદવિવાદ કર્યા, અને છેલ્લે એમની પાસેથી સમ્યક્ત્વ પામ્યો.
અવસરે શ્રી ક્ષેમંક૨ રાજાએ દીક્ષા લીધી અને તેઓ તીર્થંકર થયાં. શ્રી વજાયુધ ચક્રવર્તી થયા. અવસરે પોતાના પિતા તીર્થંકરની પાસે એમણે દીક્ષા લીધી. અને સહસ્રાયુધે પણ રાજા બની, રાજદ્ધિનો ત્યાગ કરી દીક્ષા લીધી. અંતે બંને મુનિએ ‘ઇષતુ પ્રાક્ભાર' નામના પર્વત પર પાદપોપગમન અનશનને સ્વીકારી કાળ કરીને નવમા ભવમાં ત્રીજા ત્રૈવેયકમાં ૨૫ સાગરોપમની સ્થિતિવાળાં દેવ થયાં.
દશમા ભવે-જંબૂદ્વીપ-પૂર્વ વિદેહ-પુષ્કલાવતી વિજય અને પુંડરિકીણી નગરી (જ્યાં વર્તમાનમાં સીમંધર સ્વામીનો જન્મ થયો હતો) ઘનરથ રાજાને પ્રિયમતી અને મનોરમા બે રાણીઓ છે. વજાયુધનો જીવ પ્રિયમતી રાણીના પુત્ર મેઘરથ તરીકે, અને સહસ્રાયુધનો જીવ મનોરમા રાણીનાં પુત્ર દ્રઢરથ તરીકે ઉત્પન્ન થયો.
આ ભવમાં પણ રાજા ઘનરથ જે મેઘરથને પિતા તરીકે મળ્યાં હતાં. તેઓ શ્રી તીર્થંકર હતાં. તેમણે અવસરે મેઘરથને રાજા, દ્રઢરથને યુવરાજ બનાવી દીક્ષા લીધી, તીર્થની સ્થાપના કરી.
એકવાર વિદ્વાનોમાં મુખ્યશ્રી મેઘરથે પૌષધ કરીને ધર્મનું વ્યાખ્યાન કરવા માંડ્યું. ત્યારે ભયથી કંપતું અને મરણ સન્મુખ હોય એવું ત્રાહિત એક પારેવું ક્યાંકથી આવીને એમના ખોળામાં પડ્યું. એની પર પ્રેમપૂર્ણ હાથ ફેરવી રાજાએ કહ્યું, ‘હે પક્ષી ! શાંત થા. ડરીશ નહિં.' આશ્વાસનથી જ્યાં પંખી શાંત થયું, ત્યાં તો તેની પાછળ બાજ પક્ષી આવ્યું. ‘હે રાજા ! એ મારું ભક્ષ્ય છે, એને છોડી દો.’ રાજાઃ ‘તને આ પક્ષી હું ન આપું. કારણ કે એ મારું શરણાગત
જૈન તીર્થંકર ચરિત્ર
પર