________________
સોળમા તીર્થંકર શ્રી શાન્તિનાથ ભગવાન
પૂર્વ ભવો પ્રથમ ભવ : જંબુદ્વિીપ-ભરતક્ષેત્ર-રત્નપુર નગર-શ્રીષેણ રાજા અને અભિનંદિતા રાણી. રાણીને બે પુત્રો થયાં. એકનું નામ ઇન્દુષેણ, બીજાનું બિન્દુષેણ. બંને જોડાયા હતા. પરંતુ એકદા કૌશાંબીના રાજાની દીકરી શ્રીકાંતા સ્વયંવરા બનીને ઇન્દુષણને પરણવા આવતી હતી. તેની સાથે એક અનંતમતિકા નામની વેશ્યા પણ હતી. તેને જોતાં જ આ બન્ને ભાઇઓ ઝઘડો કરવા લાગ્યા. ઝઘડાનો નિવેડો ન આવ્યો. કલહ યુદ્ધમાં ફેરવાઇ ગયો. રાજા તેમને યુદ્ધ કરતાં અટકાવી ન શક્યા માટે આખરે ઝેરી કમળનું ફૂલ સુંઘી રાજા-રાણી કાળ કરી ગયાં. લજ્જાનો નાશ થાય ત્યારે કુલીનને જીવવું ઝેર લાગે છે.
બીજા ભવે જંબુદ્વીપનાં ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલિયાની ભૂમિમાં શ્રીષણઅભિનંદિતા પુરૂષ-સ્ત્રી બન્યાં. કાળ કરી ત્રીજા ભવે પહેલાં દેવલોકમાં દેવ થયા, ત્યાંથી વી. ચોથા ભવે
ભરતક્ષેત્ર-વૈતાય પર્વત-રથનુપૂરચક્રવાલ નગરમાં જ્વલનજટી વિદ્યાધરને ત્યાં શ્રીષેણ “અમિતતેજ' નામે પુત્ર તરીકે અવતર્યા, અને એ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનાં ઘરે અભિનંદિતા રાણીનો જીવ “શ્રી વિજય” રાજકુમાર તરીકે ઉત્પન્ન થયો. એમની પ્રીતિ અહીં પણ બંધાઈ. સાથે-સાથે સંસારના-ધર્મના કર્તવ્યો નિભાવતા અંતે નંદનવનમાં શાશ્વત અરિહંતને વંદના કરવા ગયાં, ત્યારે ત્યાં ચારણ મુનિને પોતાનું આયુષ્ય પૂછતાં ૨૨ દિવસનું આયુષ્ય બચેલું જાણ્યું. આથી દીક્ષા લઇ, પાદપોપગમન અનશન સ્વીકાર્યું. ત્યારે શ્રી વિજયે પિતાની સમૃદ્ધિને યાદ કરી, “મને એવી સમૃદ્ધિ મળો” આમ નિયાણ કર્યું. બન્ને અનશન પૂરું કરી ૧૦ મા પ્રાણત દેવલોકમાં પાંચમા ભવે દેવ થયાં.
છઠ્ઠા ભવે જંબુદ્વીપ-પૂર્વ મહાવિદેહ-રમણીય વિજયમાં શુભા નગરી છે ત્યાં શ્રીષેણ રાજાનો જીવ અપરાજિત નામે બલદેવ થયો, અને શ્રી વિજય અનંતવીર્ય નામે વાસુદેવ થયો. બન્ને સમકિતી જીવોએ રાજ્યનું પાલન કર્યું. ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી અનંતવીર્ય વાસુદેવ પ્રથમ નરકમાં ગયાં. કારણકે વાસુદેવ અવશ્ય નરકગામી જ હોય છે, અને અપરાજિત બલદેવ દીક્ષા લઇને ૧૨મા અય્યત દેવલોકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયાં. આ સાતમો ભવ અને પરમનું પાવન સ્મરણ - ૫૧ -