________________
અમને છોડીને દીક્ષા લે. એ વખતે ભગવાનનો ઉત્સાહ તૂટી ન જાય, માટે આપણે ભગવાનને પ્રેરણા કરવી જોઇએ.” જાણે કે આમ વિચારીને જ તેઓએ પ્રભુને દીક્ષાનો અવસર જણાવ્યો. વર્ષીદાન થયું. દીક્ષાભિષેક થયો. અને શ્રેષ્ઠ વસ્ત્રો, ઉત્તમ અલંકારોથી અતિશય શોભતાં નાગદત્તા શિબિકામાં બિરાજીત થઇ પ્રભુ વપ્રકાંચન નામનાં ઉદ્યાનમાં પધાર્યા. મહા સુદ-૧૩ પુષ્યનક્ષત્રમાં દિવસનાં ઢળતાં પહોરે ૧૦૦૦ રાજાઓ સાથે છઠ્ઠ તપવાળાં ભગવાને દીક્ષા લીધી.
બીજે દિવસે સોમનસપુરમાં ધર્મસિંહ રાજાને ઘરે પરમાત્રથી પ્રભુનું પારણું થયું.
કેવલજ્ઞાન : બે વર્ષ લગાતાર છદ્મસ્થપણામાં વિચરતાં પ્રભુ અંતે વપ્રકાંચન ઉદ્યાનમાં પાછાં પધાર્યા. ત્યારે દધિપર્ણ વૃક્ષની નીચે પ્રતિમામાં ઊભા રહ્યાં. પોષ સુદ-૧પને દિને પુષ્યનક્ષત્રનાં યોગમાં ભગવાનને કેવલજ્ઞાન ઉપન્યું. ઇન્દ્રો વગેરે સમૂહ એકઠો થયો. સમવસરણ રચાયું. તીર્થ સ્થપાયું
પ્રભુ વિહાર કરતાં કરતાં અનુક્રમે અશ્વપુર નગરમાં પધાર્યા ત્યારે ત્યાં પુરૂષસિંહ નામનાં વાસુદેવ અને સુદર્શન નામનાં બલદેવ, જેઓ અર્ધભરતક્ષેત્રનાં એક છત્રી રાજા હતા તેઓ પણ પધાર્યા. ભાવપૂર્વક વંદના કરી, સ્તુતિ કરી. દેશના સાંભળી અને સમ્યકત્વનો સ્વીકાર કર્યો.
નિર્વાણ : કેવલજ્ઞાનથી માંડી બે વર્ષ ન્યૂન અઢી લાખ વર્ષ સુધી ધરતી પર પ્રભુ ઉપકારની હેલી વરસાવતાં વિચારી રહ્યાં. અંતે મોક્ષગમનસમય જાણી સમેતશિખરે પધાર્યા. ત્યાં ૧૦૮ મુનિઓ સાથે ૧ માસનું અનશન સ્વીકારી જેઠ સુદ-૫ પુષ્ય નક્ષત્રમાં ભગવાને અજરામર પદ પ્રાપ્ત કર્યું.
| વિશેષતા ઃ આજ ભગવાનનાં શાસનકાળમાં આ ભરતક્ષેત્રની ધરા ઉપર ત્રીજા શ્રી મઘવા નામનાં અને ચોથા શ્રી સનસ્કુમાર નામના ચક્રવર્તી પણ જન્મ્યાં. બન્ને જણાંએ અંતે દીક્ષા લીધી. મઘવા મોક્ષ પામ્યાં તમતાંતરે ૩જો દેવલોક) અને શ્રી સનસ્કુમાર ચક્રવર્તી મુનિ પણ મોક્ષ પામ્યાં. તમતાંતરે ૩જો દેવલોક.)
- ૫૦
6
જૈન તીર્થંકર ચરિત્ર