________________
પંદરમા તીર્થંકર શ્રી ધર્મનાથ સ્વામી
પૂર્વભવ : ધાતકીખંડ નામે દ્વીપ. ભરત નામના ક્ષેત્રને વિશે ભદ્િલ નામનું નગર છે. ત્યાં દ્રઢરથ નામે રાજા છે. તે સર્વને દંડ આપવાના અથવા અનુગ્રહ આપવાના અધિકારી છે. સંપૂર્ણ સત્તાસુખ વિષયસુખ પામ્યા છે, તથાપિ ‘લક્ષ્મી અસ્થિર છે' આવું જાણીને એમાં અભિમાન ન કરતા અંતે વિમલવાહન નામના ગુરૂની પાસે ચારિત્ર લઇ, નિર્મલ પાલન કરી, વીશસ્થાનકની આરાધના દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરી વૈજયંત નામનાં અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમ આયુષ્યવાળા દેવ થયાં.
જન્મ : જંબુદ્રીપ-ભરતક્ષેત્ર-રત્નપુર નગરમાં પિતા ભાનુ રાજા અને માતા સુવ્રતા દેવી છે. વૈશાખ સુદ સાતમે પુષ્ય નક્ષત્રમાં સુવ્રતા રાણીના ગર્ભમાં પ્રભુનું ચ્યવન થયું. ૧૪ સુપના જોયાં. કલ્યાણક ઉજવાયું.
પૂર્ણ સમયે મહા સુદ-૩, પુષ્ય નક્ષત્રમાં વજ્ર ચિહ્નથી અંકિત થયેલાં સ્વર્ણવર્ણી બાળકને જન્મ આપ્યો. ૫૬ દિકુમારીકાઓએ સૂતિકર્મ કર્યું. ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ કર્યો. રાજાએ જન્મોત્સવ મનાવ્યો.
નામ સ્થાપન : ધર્મના ઉત્કૃષ્ટ ફળસ્વરૂપ રૂપ વગેરે ગુણોથી યુક્ત અને ધર્મનાં દેશક એવા ભગવાન જાણે સાક્ષાત્ ધર્મ છે તેથી ધર્મનાથ કહેવાયા. આ સામાન્ય કારણ દરેક તીર્થંકરને લાગુ પડે છે. વિશેષથી તો ભગવાન માતાના ગર્ભમાં આવ્યા, ત્યારથી માંડી માતાને ધર્મ કરવાનો અધિકને અધિક ઉત્સાહ થતો રહ્યો, તેથી પિતાએ પ્રસન્ન થઇને પુત્રનું નામ “ધર્મ'’ એવું પાડ્યું.
વિવાહ અને રાજ્ય ઃ યૌવનાવસ્થામાં વાલીનાં આગ્રહથી અને કર્મ ખપાવવાનાં ઉદ્દેશથી ભગવાને વિવાહ કર્યા. ૨૫ લાખ વર્ષ જેટલું કુમારાવસ્થામાં રહી, વળી પિતાનાં આગ્રહને કારણે ૫ લાખ વર્ષ સુધી રાજ્યસંચાલન કર્યું. વિપુલ ઋદ્ધિને ભોગવી કર્મોનો ક્ષય કર્યો. હવે પ્રભુ વૈરાગી થયાં.
દીક્ષા : ભગવાનનાં મનોગત ભાવોથી જાણે કે વાકેફ થયાં હોય, એવાં નવ લોકાંતિક દેવોએ વિચાર્યું, કે ‘અત્યારે કોઇ ઇચ્છતું નથી કે ભગવાન
પરમનું પાવન સ્મરણ
૪૯