________________
વિવાહ અને રાજ્ય : યૌવનવયમાં રહેલાં ભગવાને જેમ મુસાફિર અંતે છોડવાનું જ છે” એવી ત્યાગબુદ્ધિથી વિસામાને આશ્રય કરે, એ રીતે ત્યાગ બુદ્ધિથી માતા-પિતાના આગ્રહને વશ થઇ પાણિગ્રહણ કરી ગૃહસ્થાવાસનો આશ્રય કર્યો. સાડા સાત લાખ વર્ષ કૌમારાવસ્થામાં વીતાવીને પિતાજીનાં આગ્રહથી રાજ્યભાર સ્વીકાર્યો. ૧૫ લાખ વર્ષ વીત્યા પછી ભગવાન હવે ક ખપી ગયેલાં જાણીને દીક્ષા લેવાને ઉત્સુક બન્યાં.
દીક્ષા ઃ બ્રહ્મલોકનાં છેડે રહેલાં લોકાંતિક દેવોએ આવીને સ્વયંબુદ્ધ ભગવાનને પણ આચાર મુજબ ધર્મમાર્ગે જવાની પ્રેરણા કરી. વર્ષીદાન પ્રવર્તે. ઇન્દ્રો આવ્યા. દિક્ષાભિષેક કરી સાગરદના નામની ઉત્તમ શિબિકામાં બેસાડી સહસ્ત્રાપ્રવનમાં લઇ આપ્યાં. ત્યાં શિબિકામાંથી ઉતરી અલંકારાદિનો ત્યાગ કરી વૈ.વ.૧૪ (ચૈત્ર વદ-૧૪) ના દિને રેવતી નક્ષત્રમાં સાયંકાલે છઠ્ઠ તપવાળાં ભગવાને ૧૦૦૦ રાજાઓની સાથે દીક્ષા ગ્રહણ કરી.
બીજે દિવસે વર્ધમાન નગરમાં વિજયરાજાના ઘરે ખીરથી ભગવાનનું પારણું થયું.
કેવલજ્ઞાન : ત્રણ વર્ષ સુધી છદ્મસ્થપણામાં વિહરી ભગવાન વળી પાછાં સહસાવનમાં આવ્યાં. ત્યાં અશોકવૃક્ષ નીચે ધ્યાનધારામાં રહેલાં પ્રભુને વૈશાખ વદ-૧૪ (ચૈત્ર વદ-૧૪)ના દિને રેવતી નક્ષત્રમાં છઠ્ઠ તપને અંતે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ. ઇન્દ્રો-દેવો-દાનવો ને માનવો એકઠાં થયાં. સમવસરણની રચના થઇ. તીર્થ સ્થપાયું. પાતાળ નામે યક્ષ અને અંકુશા નામે યક્ષિણી પ્રગટ થયાં.
આ વખતે તારવતી નગરીમાં પુરૂષોત્તમ વાસુદેવ અને સુપ્રભ નામનાં બલદેવ હતાં. ભગવાન જ્યારે દ્વારકા નગરીમાં પધાર્યા ત્યારે તેઓ ત્યાં વાંદવા આવ્યા. સમ્યકત્વ સ્વીકાર કર્યો.
નિર્વાણ ઃ ત્રણ વર્ષ ન્યૂન સાડાસાત લાખ વર્ષ સુધી ગ્રામ-નગરમાં વિહાર કરતાં પ્રભુ પોતાનો અંતકાળ નજીક જાણી સમેતશિખર તીર્થે પધાર્યા.
ત્યાં ૧ માસનું અનશન કરી, ચૈત્ર સુદ-૫ પુષ્યનક્ષત્રના યોગમાં ૭૦૦૦ સાધુભગવંતોની સાથે પ્રભુ અજરામર નિર્વાણ પદને પામ્યાં.
૪૮_6
જેન તીર્થકર ચરિત્ર