________________
ચૌદમા તીર્થકર શ્રી અનંતનાથ સ્વામી)
પૂર્વભવઃ ધાતકીખંડ દ્વીપ-ઐરાવત ક્ષેત્રમાં અરિષ્ટા નામની નગરીમાં પારથ નામે રાજા છે. તેઓ વિહાર લીલા, જલ ક્રીડા, સંગીત જલસા, વાહન, વસંત-કૌમુદી મહોત્સવ, નાટકદર્શન વગેરે સઘળી લોકરીતિને અનુભવતા પરંતુ મનથી વૈરાગી રહેતા. એકદા એમને સ્વ-પરના ચિત્તની રક્ષા કરવામાં સમર્થ ચિત્તરક્ષ નામે ગુરૂનો યોગ થયો. તેમની પાસે દીક્ષા લઇ આરાધનાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરી ૧૦મા પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવ થયાં. ૨૦ સાગરોપમનું આયુષ્ય ભોગવ્યું.
જન્મઃ જંબૂઢીપ નામે દ્વીપ-ભરતક્ષેત્ર નામે ક્ષેત્ર-અયોધ્યા નામે પ્રાચીન નગરીમાં પિતા સિંહસેન રાજા અને માતા સુયશા નામે પટ્ટરાણી. ત્યાં શ્રાવણ વદ-૭ (અષાઢ વદ-૭)ના દિને રેવતી નક્ષત્રમાં પ્રભુનું માના ગર્ભમાં અવન થયું. ચૌદ સુપના આવ્યા. ૬૪ ઇન્દ્રોએ ચ્યવન કલ્યાણક ઊજવ્યું. પ્રકૃતિએ અજવાળા ભરીને આનંદ માણ્યો.
ગર્ભકાળ વીત્યે છતે વૈશાખ વદ-૩ (ચૈત્ર વદ-૩)ના દિને પુષ્ય નક્ષત્રમાં સીંચાણા (બાજ) પક્ષીના ચિહ્નવાળા સ્વર્ણવર્ણ ભગવાનને માતાએ જન્મ આપ્યો. ૫૬ દિકકુમારિકાઓએ સૂતિકર્મ કર્યું. ૬૪ ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. બીજે દિવસથી સળંગ ૮ દિવસ સુધી રાજ્યમાં મહામહોત્સવ ઉજવાયો.
નામ સ્થાપનઃ અનંતજ્ઞાન, અનંતબલ, અનંતવીર્ય (બલ-બાહ્ય શક્તિ, વીર્ય-આંતરિક ઉત્સાહી અને અનંત સુખવાળા હોવાથી ભગવાન અનંતનાથ કહેવાયાં. આ નામનું સામાન્ય કારણ. વિશેષથી તો ભગવાન ગર્ભમાં આવ્યા પછી રાજા સિંહસેને પોતાનાં કરતાં ઘણાં-અનંત-અપાર-બળવાળાં રાજસૈન્યને જીત્યું હતું. તેથી તેમનું નામ “અનંતજિતું પાડ્યું.
મતાંતરે, ગર્ભમાં ભગવાન હતાં, ત્યારે માતાએ સપનામાં રત્નમય, અનંત=મોટો હાર જોયો હતો. તેથી નામ અનંત પડ્યું. કોઇક જગ્યાએ માતાએ સપનામાં અનંત વિશાળ ચક્ર આકાશમાં ભમતું જોયું. અનંત ગાંઠવાળા દોરાથી લોકોના તાવ ગયા એવું જોયું એ રીતનો પણ ઉલ્લેખ મળે છે.
પરમનું પાવન સ્મરણ
- ૪૭ 5