________________
ભગવાનનાં નામસ્થાપનમાં મતાંતરઃ ભગવાન ગર્ભમાં હતાં ત્યારે તેમના નગર, કંપિલપુરમાં કોઇ પતિ-પત્ની મંદિરમાં ઉતર્યા. ત્યાં કોઇ વ્યંતરી દેવી રહેતી હતી. તેણે તે પુરુષનું રૂપ દીઠું. તેથી ક્રીડા કરવાની અભિલાષા થઈ. તેની સ્ત્રી જેવું રૂપ બનાવી વ્યંતરી બાજુમાં સૂતી. સવારે બન્ને જણી કહેઃ હું તારી પત્ની છું. ઝઘડો રાજદરબારમાં ગયો.
રાણીએ પુરૂષને દૂર ઉભો રાખ્યો તથા બન્ને સ્ત્રીઓને દૂર ઉભી રાખી અને કહ્યું, “જે પોતાનાં સતુનાં પ્રભાવથી દૂર રહીને જ હાથ લંબાવી પતિને સ્પર્શ કરશે તે સાચી પત્ની. ત્યારે વ્યંતરીએ દેવી શક્તિથી એ કરી બતાવ્યું કે તૂર્ત જ માતાએ હાથ પકડ્યો. કહ્યું: “તું તો વ્યંતરી છે. તારા સ્થાને જતી રહે.” આમ માતાની બુદ્ધિ ગર્ભ પ્રભાવથી વિમલ' થઇ.
વિવાહ અને રાજ્ય : યોવનવયમાં પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકાવાથી અનેક રાજકુમારીઓ સાથે વિવાહ કર્યો તથા ૧૫ લાખ વર્ષ કૌમાર અવસ્થા (રાજ્યરહિત અવસ્થામાં વિતાવી પૃથ્વી પર ૩૦ લાખ વર્ષ સુધી રાજ્ય કર્યું. હવે પ્રભુ અંતિમ ધ્યેય સન્મુખ થયાં.
દીક્ષાઃ “આ તો રસ્તામાં આવેલાં વિસામા હતાં. આપની મંજિલ તો હજુ નથી આવી. મંજિલ મેળવવા દીક્ષા સ્વીકારો.” આવું લોકાંતિક દેવોનું વચન સાંભળીને ભગવાને વર્ષીદાન આપ્યું. અંતે ઇન્દ્રોએ દીક્ષાભિષેક કર્યો. દેવદતા શિબિકામાં બેસી ભગવાન પણ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. જ્યાં મહા સુદ-૪ને દિને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પાછલે પહોરે છઠ્ઠ તપવાળાં પ્રભુએ ૧૦૦૦ રાજાઓ સમેત પ્રવ્રજ્યા સ્વીકારી લીધી.
બીજે દિવસે ધાન્યકૂટ નગરમાં જય રાજાને ઘરે પરમાન્ન-ખીરથી ભગવાનનું પારણું થયું.
કેવલજ્ઞાનઃ અપ્રતિબદ્ધપણે ગ્રામ-નગરાદિમાં વિહાર કરતા પ્રભુ બે વર્ષના અંતે દીક્ષાભૂમિ પર પધાર્યા. ત્યાં જંબૂવૃક્ષ નીચે પોષ સુદ-૬ને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં છઠ્ઠ તપવાળા ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. મંઝિલ મળી ગઈ. તીર્થની સ્થાપના થઇ. અનેક ભવ્યોનો ઉદ્ધાર કરવાની પૃષ્ઠભૂ રચાઇ. પ્રમુખ યક્ષ અને વિદિતા યક્ષિણી શાસન દેવ-દેવી તરીકે સ્થપાયા. પરમનું પાવન સ્મરણ - ૪૫