________________
તરમા તીર્થંકર શ્રી વિમલનાથ સ્વામી
પૂર્વભવઃ ધાતકીખંડ-ભરત નામનું ક્ષેત્ર અને મહાપુરી નામે નગરી. ત્યાંનો રાજા છે-પાસેન. બધાં રાજાઓ કરતાં આ રાજા અલગ છે. એનું મન ઊંચા ધર્મોની ભાવનાઓમાં રમે છે. ત્રિવર્ગની બાધારહિત રાજ્યપાલન કરતાં અંતે શ્રી સર્વગુપ્ત આચાર્યદેવ પાસે દીક્ષા ગ્રહણ કરી, અહંદુભક્તિ વિગેરે સ્થાનકોની સાધનાથી તીર્થકર નામકર્મ ઉપાર્જન કરી. ચિરકાલ સંયમ પાળીને આઠમા સહસ્ત્રાર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
જન્મ : જંબૂઢીપ-ભરત ક્ષેત્ર-કંપિલપુર નગર-પિતા કૃતવર્મા રાજા અને માતા શ્યામા રાણી. આ પવિત્ર દંપતીને ત્યાં વૈશાખ સુદ-બારસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં માતાની કૂખમાં ચૌદ સપનાનાં દર્શનપૂર્વક ભગવાને અવતાર ધારણ કર્યો.
પૂર્ણ સમયે પૂર્ણમાસે મહાસુદ-૩ની મધ્યરાત્રિએ એજ ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનાં યોગમાં સર્વગ્રહો જ્યારે ઉચ્ચ સ્થિતિમાં હતાં, ત્યારે વરાહનાં લાંછનવાળાં સુવર્ણ કાંતિવાળા અને ગર્ભકાળથી જ ત્રણ જ્ઞાનને ધરનારાં પ્રભુનો જન્મ થયો. દિશાઓ હર્ષ પુલકિત થઇ. દેવી,-ઇન્દ્રોએ સ્નાત્ર મહોત્સવ ઉજવ્યો. પ્રજા હર્ષઘેલી બની.
નામ સ્થાપનઃ ભગવાનનો બાહ્ય-શરીર મલ અને આંતર-કર્મમલ આ બન્ને નામશેષ થયાં છે તેથી તેમને “વિમલ' કહે છે. આ સામાન્ય કારણ છે. વિશેષથી જોઇએ તો જેમ “સુમતિનાથ” ભગવાનનું નામ પડ્યું. એની પાછળ બે માતા અને એક પુત્રનો વિવાદ હતો, એવો જ વિવાદ અહીં પણ થયો હતો. અને પ્રભુની માતાએ કહ્યું કે “આ રાજમહેલની બહાર આ હમણાં ઉગેલું ઝાડ છે અને મારા ઉદરમાં આ બાળક છે. યૌવનમાં આવેલો પુત્ર આ શ્રેષ્ઠ તરૂની છાયામાં બેસીને આ વિવાદનો ચુકાદો આપશે. ત્યાં સુધી સહન કરો.” ત્યારે જે બનાવટી મા હતી એણે હા કહી, સાચી માએ ના કહી. અને ચુકાદો થઇ ગયો. માતાની બુદ્ધિ ગર્ભસ્થ શિશુનાં પ્રભાવથી આવી વિમલ' થઇ ગઇ. માટે તેમનું નામ “વિમલનાથ પ્રભુ.
( ૪૪
જૈન તીર્થકર ચરિત્ર