________________
દીક્ષાઃ જો કે અરિહંત પ્રભુ આજન્મ તીવ્ર વૈરાગી હોય છે. પરંતુ દીક્ષા ગ્રહણ કરવાનો કાળ આવે ત્યારે વ્યવહારથી વૈરાગી થયા એવું કહેવાય છે. ત્યારે નવ લોકાંતિક દેવો તીર્થ-સ્થાપીને જગતનો ઉદ્ધાર કરવાની પ્રેરણા કરે છે. અહીં પણ લોકાંતિક દેવોની પ્રેરણા પછી ભગવાન વર્ષીદાન આપે છે. પછી ૬૪ ઇન્દ્રો દીક્ષાભિષેક કરે છે, અને પ્રભુ પૃથ્વી નામની શિબિકામાં બેસી વિહારગ્રહ નામના ઉદ્યાનમાં પધારે છે. જ્યાં ફાગણ વદ-અમાસ (મહા વદઅમાસ)ના દિવસે શતભિષા નક્ષત્રમાં ચતુર્થ તપ (એક ઉપવાસ) વાળા ભગવાને છસ્સો રાજાઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, ત્યારે સંધ્યાકાળનો રાતો પ્રકાશ વર્તાતો હતો.
બીજે દિવસે મહાપુર નગરમાં સુનંદ રાજાને ઘેર પ્રભુનું ઉપવાસનું પારણું ખીર દ્વારા થયું.
કેવલજ્ઞાનઃ અગ્યાર માસ સંપૂર્ણ છઘસ્થાવસ્થામાં વિચરણ કરી વળી પાછાં દીક્ષા સ્થાન-વિહારગૃહ ઉદ્યાનમાં પધાર્યા અને પાટલ (ગુલાબ)ના ઝાડ નીચે પ્રતિમાસ્થિત ચતુર્થતપવાળાં ભગવાનને મહાસુદ-બીજને શુભ દિને શતભિષા નક્ષત્રમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ. સમવસરણ રચાયું. તીર્થ સ્થાપના થઈ. કુમાર યક્ષ અને ચંદ્રા નામે યક્ષિણી પ્રગટ થયાં.
એકદા ભગવાન વિહાર કરતા કરતા દ્વારિકા નગરીની સમીપમાં પધાર્યા. ત્યારે ત્રણખંડના રાજા બીજા વાસુદેવ શ્રી દ્વિપૃષ્ઠ અને બલદેવ વિજય પ્રભુને વાંદવા આવ્યાં. સમ્યકત્વ પામીને સંસારને પરિમિત કરનારા થયા.
- નિર્વાણ : દીર્ઘકાળ પર્યન્ત-૧ માસ ન્યૂન ૫૪ લાખ વર્ષો સુધી ધરતી તલ પર વિચરતાં પ્રભુ પોતાનો મોક્ષકાલ નજીક આવેલો જાણી ચંપાનગરીમાં પધાર્યા. ત્યાં છસ્સો મુનિઓ સાથે એક માસનું અનશન સ્વીકારી અષાઢ સુદ૧૪ના દિને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ભગવાન સર્વ દુઃખોનો ક્ષય કરીને સિદ્ધ થયાં, સંસારની કેદમાંથી મુક્ત થયા, અને પરમ શાંતિ સમી નિર્વાણ અવસ્થાને પામ્યા.
પરમનું પાવન સ્મરણ
( ૪૩
એ