________________
બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી
પૂર્વભવ : પુષ્કરવર દ્વીપાર્ધની પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરી છે. ત્યાં સંસારની નિર્ગુણતાને સુપેરે જાણનારા પદ્મોત્તર રાજા છે. રાજા રાજ્યસુખમાં લોભાતા નથી. ધર્મ-પુરૂષાર્થને મુખ્યતા આપે છે. પછી અવસરે આખુ રાજ્ય છોડીને વજ્રનાભ ગુરુ પાસે દીક્ષા લે છે. ઉત્કૃષ્ટ ભાવપૂર્વક દીક્ષાને પાળી તીર્થંકર-નામકર્મ ઉપાર્જે છે. અંતે સમાધિમરણ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં ૨૦ સાગરોપમની સ્થિતિવાળા દેવતા થાય
છે.
જન્મ : જંબૂઢીપ-ભરતક્ષેત્ર-ચંપાનગરી. પિતા વસુપૂજ્ય રાજા અને માતા જયાદેવી રાણી. પદ્મોત્તર રાજાનો જ જીવ જેઠ સુદ-૯ શતભિષા નક્ષત્રમાં માતાની કુક્ષિમાં અવતર્યો. માતાને ૧૪ સુપનાના દર્શન થયા. ઇન્દ્રોએ ચ્યવન કલ્યાણક મનાવ્યું. સ્વપ્નશાસ્ત્રીઓએ તીર્થંકર જન્મનું સૂચન કર્યું.
ગર્ભકાળ પૂર્ણ થતા ફાગણ વદ-૧૪ (મહા વદ-૧૪) શતભિષા નક્ષત્રમાં રાતા વર્ણવાલા મહિશના ચિહ્નવાળા એવા એક પુત્રને માતાએ જન્મ આપ્યો. ધરતી પર આનંદ થયો. ૫૬ દિકુમારીકાઓએ પ્રસૂતિકર્મ કર્યા બાદ ઇન્દ્રોએ સ્નાત્રમહોત્સવ મનાવ્યો.
નામસ્થાપન ઃ વસુપૂજ્ય રાજાના દીકરા હોવાથી તેઓ વાસુપૂજ્ય કહેવાયા તથા ભગવાન ગર્ભમાં હતા ત્યારે વારંવાર વસ્ત્રાલંકારોથી ઇન્દ્રે ભગવાનની પૂજા કરી હતી તેથી, નામ વાસુપૂજ્ય રાખવામાં આવ્યું.
વિવાહ અને રાજ્ય : યૌવન વયે વર્તતા પ્રભુના અનેક રાજકુંવરીઓ સાથે વિવાહ થયા. અવસરે રાજા વસુપૂજ્યે પુત્રને રાજ્યભાર સ્વીકારવા કહ્યું તો પ્રભુએ કહ્યું. મારે એની જરૂર નથી કારણકે મારે એવા કર્મો ખપાવવાના બાકી નથી. માત્ર વિવાહના કર્મ હતા તે વિવાહ કરીને ખપી ગયા. પરંતુ રાજ્ય ભારના કર્મો નથી માટે તેવો આગ્રહ ન કરશો.'' આમ વિનયપૂર્વક જણાવી ભગવાને રાજ્ય સ્વીકાર્યું નથી. (જો કે ‘“ત્રિષષ્ઠિશલાકાપુરુષ'' પ્રમાણે તો ભગવાને લગ્ન પણ કર્યા નથી અને રાજ્ય પણ સ્વીકાર્યું નથી) જન્મથી ૧૮ લાખ વર્ષે જ ભગવાન વૈરાગી થયા.
૪૨
જૈન તીર્થંકર ચરિત્ર